ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના કાળમાં તહેવારો પણ બનાવવામાં આવ્યા સ્માર્ટ, બહેન ભાઈને ડિજિટલ માધ્યમથી પ્રેમ દર્શાવશે

સુરતની આર્કિટેક્ટ આયુષી દેસાઈએ રક્ષાબંધનના પર્વ પર ખાસ કસ્ટમાઇઝ રાખડી બનાવી છે. આજે ડિજિટલ યુગમાં સ્માર્ટ માધ્યમ તરીકે ક્યુઆરકોડનો ઉપયોગ થાય છે. આયુષીએ યુનિક ક્યુઆર કોડની રાખડી બનાવી છે જેને મોબાઇલ અથવા તો કમ્પ્યુટર પર સ્કેન કરવા પર બહેન દ્વારા એક ખાસ સંદેશ ડિસ્પ્લે પર આવે છે અથવા તો બહેન છે પણ ગીત ભાઈ માટે પસંદ કરે છે તે વાગે છે.

qr code
કોરોના કાળમાં તહેવારો પણ બનાવવામાં આવ્યા સ્માર્ટ, બહેન ભાઈને ડિજિટલ માધ્યમથી પ્રેમ દર્શાવશે

By

Published : Aug 11, 2021, 1:08 PM IST

  • કોરોના કાળમાં તમામ વસ્તુઓ થઈ સ્માર્ટ
  • તહેવાનોની સિઝન શરૂ થતા તહેવારો પણ સ્માર્ટ
  • સુરતમાં બનાવવામાં આવી ડિજિટલ રાખડી


સુરત: કોરોના કાળમાં સેફ અને સ્માર્ટ રહેવાના ક્યુ આર કોડ વાપરવામાં આવે છે ભલે ઓનલાઇન પેમેન્ટ હોય કે હાલમાં જે વેક્સિનેશન બાદ મળનાર સર્ટિફિકેટ, બધી જગ્યાએ ક્યુઆર કોડ જોવા મળે છે. રક્ષાબંધનના પાવન પર્વ પર ભાઈના કાંડા પર યુનિક ક્યુઆર કોડ વાળી રાખી બહેન બાંધશે..ડિજિટલ યુગમાં ક્યુઆર કોડનો મહત્વ છે જેનો ઉપયોગ કરી બહેન ભાઈ ને ખાસ સંદેશ આપશે. સુરતની આર્કિટેક્ટ આયુષી દેસાઈ દ્વારા આ ખાસ કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરવામાં આવી છે. રાખડી ઉપર ક્યુઆર કોડ છે જેને સ્કેન કરવા બાદ બહેન ભાઈ પ્રત્યે જે પ્રેમ અને ભાવના છે તે જોવા મળશે.

ક્યુઆર કોડની ચલણ

આયુષીએ જણાવ્યું હતું કે હાલ જે રીતે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ક્યુ આર કોડનો ઉપયોગ થાય છે અને વેક્સિનેશન સર્ટિફિકેટ પર પણ ક્યુઆર કોડ જોવા મળે છે. ડિજિટલ યુગમાં ક્યુઆર કોડ મહત્વ ધરાવે છે આ જ કારણ છે કે રાખડી પર ખાસ ક્યુઆર કોડ છે જેને સ્કેન કર્યા પછી કા તો ભાઈ ને મોબાઈલ અથવા તો કમ્પ્યુટર પર બહેન દ્વારા મોકલવામાં આવેલા ખાસ મેસેજ જોવા મળશે અથવા તો એક ગીતનો લીંક ઓપન થશે જેમાં બહેને ભાઈ માટે ખાસ ગીતની પસંદગી કરી હોય.

કોરોના કાળમાં તહેવારો પણ બનાવવામાં આવ્યા સ્માર્ટ, બહેન ભાઈને ડિજિટલ માધ્યમથી પ્રેમ દર્શાવશે

આ પણ વાંચો : Monsoon session of Parliament: વિપક્ષી નેતાઓએ વ્યૂહરચના તૈયાર કરવા માટે બેઠક કરી

વિદેશમાં પણ ભારે ડિમાન્ડ

આયુષીએ જણાવ્યું હતું કે, કાશ્મીર તેલંગાના, આસામ, ગુવાહાટી સહિત અન્ય રાજ્યોમાં આ યુનિક ક્યુઆર કોડ લોકોની પસંદ બની છે. ઓનલાઇન કસ્ટમાઇઝ વેપારના કારણે આ રાખડી માટે અમેરિકા કેનેડાથી પણ ઓર્ડર આવી ચૂક્યો છે. આ રાખડી થી બહેન પોતાની ભાવના ગીત ના માધ્યમથી ભાઈને જણાવી શકે છે. ક્યુઆર કોડ તે પોતે જનરેટ કરે છે અને રાખડી ઉપર કસ્ટમાઇઝ કરે છે. કયુઆર કોડ સાથે અનેક ડીઝાઈન ઉપલબ્ધ છે સાથે ભાઈ બહેન પોતાની તસવીર પણ લગાવી શકે છે.

આ પણ વાંચો :વિપક્ષના હંગામાના કારણે વૈકેયા નાયડુ ભાવુક થયા

ABOUT THE AUTHOR

...view details