- સ્મશાન ભૂમિમાં ચિતાઓ અગાઉ જ તૈયાર કરવામાં આવે છે
- એકસાથે 25થી વધુ ચિતાઓ તૈયાર કરવામાં આવી
- કોરોનાએ અત્યાર સુધીમાં કુલ 1,488 દર્દીઓનો ભોગ લીધો
સુરત:જિલ્લાના પાલ વિસ્તારમાં હાલ જ શરૂ કરાયેલા કૈલાસ મોક્ષધામમાં એક બાદ એક 25થી વધુ ચિતાઓ તૈયાર કરવામાં આવી છે. જેથી સાંજે જ્યારે શહેરના સરકારી સહિત ખાનગી હોસ્પિટલથી કોવિડ દર્દીના મૃતદેહ અહીં આવે તો અંતિમ વિધિ માટે વધુ રાહ જોવી ન પડે આ માટે આ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. હાલ સુરતમાં જે રીતે મૃત્યુઆંક વધ્યો છે. તેના કારણે આ વાસ્તવિકતા સામે આવી છે. આ સમશાન ભૂમિ 15 વર્ષ બાદ શરૂ કરાઇ છે. કારણ કે જે રીતે સુરતમાં કેસો વધ્યા અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. તેના કારણે સ્મસાન ભૂમિમાં અંતિમ વિધિ માટે મોટી લાઈનો લાગતી હતી. જેના કારણે 15 વર્ષ બાદ આ સ્મશાન ભૂમિને શરૂ કરી કોવિડના દર્દીઓના મૃતદેહને અહીં અંતિમ વિધિ માટે લઈ આવવામાં આવે છે.
આ પણ વાંચો:કોરોના કાળમાં અંતિમ સંસ્કાર કરવા માટે 3 કલાકનું વેઇટિંગ
શેરડીના બગાસ સુરતના સ્મશાન ભૂમિને નિ:શુલ્ક આપવામાં આવી રહ્યા છે
સુરતમાં ગેસ ચેમ્બર ઉપરાંત લાકડાંની ચિતાઓ ઉપર અંતિમ વિધિ કરવામાં આવે છે, પરંતુ લીલા લાકડાંને સળગતા ખાસ્સો સમય લાગતો હોવાથી લાકડાંની સાથે હવે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. કારણ કે શેરડીનું બગાસ ઝડપથી સળગતું હોવાથી અંતિમ વિધિમાં પણ ઝડપ આવી છે. સૌથી અગત્યની વાત આ છે કે સાયન સુગર દ્વારા 900 રૂપિયા ટનથી વેચાતા આ શેરડીના બગાસ સુરતના સ્મશાન ભૂમિને નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે.