- તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી
- વાવાઝોડાએ સુરત શહેરમાં પણ તારાજી સર્જી
- હાઇરાઇઝ બિલ્ડિંગના પાર્કિંગનો પતરાનો શેડ ઉડી જતા ભયનો માહોલ સર્જાયો
સુરત: તૌકતે વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ જોવા મળી છે. આ વાવાઝોડાએ સુરત શહેરમાં પણ તારાજી સર્જી છે. સુરતના વેસુ વિસ્તારમાં હાઇરાઇઝ બિલ્ડિંગના પાર્કિંગનો પતરાનો શેડ ઉડી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે.
આ પણ વાંચો:વલસાડ નજીક સંજાણમાં વાવાઝોડાને કારણે ભારે નુકશાન , જૂઓ વીડિયો...
શહેરના અનેક વિસ્તારમાં રુફ ટોપ પણ ઉડી ગયા
તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી છે. અને ભારે તારાજી સર્જી છે. આ તારાજીમાંથી સુરત શહેર પણ બાકાત રહ્યું નથી. સુરત શહેરમાં પણ વાવાઝોડાની અસર થઈ થઈ છે. સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા હાઇરાઇઝ બિલ્ડિંગના પાર્કિંગમાં પતરાનો શેડ અચાનક ઉડી જતા લોકો જોતા રહી ગયા હતા. ભારે પવનના કારણે આ ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં કોઈને ઇજા થઇ ન હતી. એટલું જ નહીં શહેરના અનેક વિસ્તારમાં રુફ ટોપ પણ ઉડી ગયા હતા.
આ પણ વાંચો:તૌકતે વાવાઝોડાની આંખ પસાર થઇ, કોવિડ હોસ્પિટલમાં કોઈ અવરોધ નહીં
અનેક જગ્યાએ ઝાડ પડવાના ઢળી પડ્યા
વાવાઝોડાને લઈને સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની સામે રોડ પર ઝાડ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. તંત્રને જાણ થતાં તાત્કાલિક ઝાડ ખસેડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નાનપુરા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ પર ઝાડ પડ્યું હતું જેને લઈને એમ્બ્યુલન્સનો ભુરચો બોલી ગયો હતો. એટલું જ નહીં અડાજણ ચોકસીની વાડી પાસે પણ અનેક ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ જૂની આર.ટી.ઓ. પાસે પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બ્રેકરેટિંગ પણ તૂટી ગયા હતા.