ગુજરાત

gujarat

ETV Bharat / city

સંપૂર્ણ લોકડાઉનને લઇને રત્નકલાકારોમાં ભય, સમજાવવા હીરા વેપારી મેદાને - Diamond trader

વધતા કોરોનાના કેસને લઇને ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકડાઉન અંગે નિર્દેશ આપવામાં આવ્યા છે, ત્યારે સુરત રત્નકલાકારોમાં સંપૂર્ણ લોકડાઉનની ભીતિ સેવાય રહી છે, ત્યારે હીરા ઉદ્યોગના વેપારીઓ દ્વારા રત્નકલાકારોને સમજાવવામાં આવી રહ્યા છે.

સંપૂર્ણ લોકડાઉનને લઇને રત્નકલાકારોમાં ભય, સમજાવવા હીરા વેપારી મેદાનેસંપૂર્ણ લોકડાઉનને લઇને રત્નકલાકારોમાં ભય, સમજાવવા હીરા વેપારી મેદાને
સંપૂર્ણ લોકડાઉનને લઇને રત્નકલાકારોમાં ભય, સમજાવવા હીરા વેપારી મેદાને

By

Published : Apr 7, 2021, 6:23 PM IST

  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકડાઉન અંગે નિર્દેશ
  • સરકાર દ્વારા ર્ફ્યુના સમયમાં 1 કલાકનો વધારો
  • રત્નકલાકારોમાં સંપૂર્ણ લોકડાઉનની સેવાઈ રહી છે ભીતિ

સુરતઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકડાઉન અંગે નિર્દેશ આપવામાં આવ્યા છે. જેને લઇને સરકાર દ્વારા પણ લોકોને હાંલાકી ન થાય તેવા નિર્ણય લીવામાં આવ્ય છે અને કર્ફ્યુના સમયમાં એક કલાકનો વધારો કર્યો છે. પરંતુ હાલ પણ લોકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરતના રત્નકલાકારોમાં સંપૂર્ણ લોકડાઉનની ભીતિ સેવાઈ રહી છે. રત્નકલાકારો ફરીથી સૌરાષ્ટ્ર પલાયન ન કરે અને ભયભીત ન થાય તે માટે સુરતના હીરા વેપારીઓ રત્નકલાકારોને સમજાવી પણ રહ્યા છે.

સંપૂર્ણ લોકડાઉનને લઇને રત્નકલાકારોમાં ભય, સમજાવવા હીરા વેપારી મેદાને

આ પણ વાંચોઃ સરકારે કહ્યું વધતા કોરોનાના કેસ માટે રત્નકલાકારો જવાબદાર, રત્નકલાકારોમાં ભારે રોષ

સુરતના હીરા ઉદ્યોગમાં ફફડાટ

એક વર્ષ પહેલાં જ્યારે સુરતમાં લોકડાઉનની પરિસ્થિતિ હતી, ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 15થી વધુ રત્નકલાકારોએ આર્થિક સંકળામણના કરાણે આત્મહત્યા કરી હતી. હજારોની સંખ્યામાં રત્નકલાકારો સુરતથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું. જ્યારે ફરી ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ સુરતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે સુરતના હીરા ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના સંક્રમણને નાથવા માટે ત્રણથી ચાર દિવસ લોકડાઉન રાખવા સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકાર પણ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશનું પાલન થાય અને સાથે પ્રજાને હાંલાકી ન થાય તે માટે વચ્ચેનો રસ્તો કાઢી રહી છે. હાલ કરફ્યૂમાં એક કલાકનો વધારો કરવામાં પણ આવ્યો છે પરંતુ શહેરમાં લોકડાઉન લાદવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને હીરા ઉદ્યોગમાં આ પરિસ્થિતિ વધારે જોવા મળી રહી છે.

રત્નકલાકારોમાં ડર સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે તો ?

એક બાજુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોલિશ્ડ હીરા અને જ્વેલરીની ડિમાન્ડ વધી છે, ત્યારે બીજી બાજુ લોકડાઉનને લઇ ફરીથી એક વખત હીરા ઉદ્યોગમાં ભયનો માહોલ સર્જાયો છે. રત્નકલાકારો માની રહ્યા છે કે, સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. જેથી તેઓ ફરીથી એક વખત બેરોજગાર બની જશે આ ચર્ચા વચ્ચે હીરા વેપારીઓ મેદાને ઉતર્યા છે અને રત્નકલાકારોને સમજાવી રહ્યા છે કે, લોકડાઉનની પરિસ્થિતિમાં પણ હીરા વેપારીઓ તેમની સાથે જ છે. જોકે હાલ લોકડાઉન લાવવામાં આવે તેવી પરિસ્થિતિ નથી. હીરા વેપારીઓ પોતાના રત્ન કલાકારોને લોકડાઉનથી ભયભીત ન થવા અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ કોરોના ઈફેક્ટઃ સુરતમાં હીરા ઉધોગ સાથે જોડાયેલા લોકો વતન તરફ જવા રવાના

રત્નકલાકાર કલાકારોની અપીલ લોકડાઉન ન કરવામાં આવે

રત્નકલાકાર નિલેશે જણાવ્યું હતું કે, લોકડાઉન અમારા જેવા નાના માણસો માટે ખુબ જ અઘરી વાત છે. અમે અમારી નોકરી પર જ નિર્ભર હોઈએ છે સંપૂર્ણ લોકડાઉનના કારણે નાના મોટા માણસો હેરાન થઈ જશે. સરકારને અમારી અપીલ છે કે, સમયમાં થોડાક ફેરફાર કરે પરંતુ લોકડાઉન લાગુ ન કરે. કોઈપણ પ્રક્રિયા કરે પરંતુ અમને ઘરે ન બેસવું પડે અમે સરકારની સંપૂર્ણ રીતે ગાઈડલાઈનનું પાલન કરીશું. વધુ એક રત્નકલાકાર હર્ષિતે જણાવ્યું હતું કે, સંપૂર્ણ લોકડાઉન ન થાયએ ખૂબ જ સારું રહેશે. અમારા જેવા લોકોને હેરાન ગતિ થશે. સરકાર સમયમાં ફેરફાર કરી સમય મર્યાદા ઓછી કરે તો ચાલશે પરંતુ સંપૂર્ણ લોકડાઉન નહીં કરે અમારી વિનંતી છે.

આવી પરિસ્થિતિમાં નાસીપાસ જવાની જરૂર નથી

હીરાના વેપાર સાથે સંકળાયેલા નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે, હાલ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે. તો શક્ય બની શકે કે આવનારા દિવસોમાં સરકાર લોકડાઉન લાવી શકે. જેથી અમે અત્યારથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ રત્નકલાકારો અને ઓફિસ સ્ટાફને સમજાવી રહ્યા છે કે, આવી પરિસ્થિતિમાં નાસીપાસ જવાની જરૂર નથી. અમે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરતા આવ્યા છીએ. જેથી ચોક્કસપણે સરકાર કોઈ પણ પ્રકારે આવું કદમ ઉઠાવશે નહિં જેથી કરીને કોઈ સમસ્યા થાય. અમે રત્નકલાકારોને સમજાવી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી. તેમના મનમાં લોકડાઉનનો જે ભય છે. તે અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે, કોઈપણ પ્રકારના અફવા પર ધ્યાન નહીં આપે.

ABOUT THE AUTHOR

...view details