- આ વર્ષે આર્થિક નુકસાન ચલાવી લઈશુ પરંતુ ગરબા આવતા વર્ષે રમાડી લઈશુ : ગરબા આયોજક
- આ વર્ષે જીવતા રહીશું તો આવતા વર્ષે ગરબા વધુ જોશથી રમી શકીશું : ખેલૈયા
- મન કહે છે ગરબાનું આયોજન થવું જોઈએ, મગજ કહે છે આ વર્ષે ગરબા ન રમવા જોઈએ : ગરબા ક્લાસ સંચાલક
સુરતઃ જિલ્લા અને શહેરમાં એક તરફ કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે બીજી તરફ આયોજકો દ્વારા મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે કે, આ વર્ષે 30 ટકા ખૈલેયાઓ સાથે નવરાત્રી પર ગરબાના આયોજનની મંજૂરી માગવામાં આવી છે. ત્યારે ઓરકેસ્ટ્રા, ખૈલાયા તથા આયોજકો અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે. જો કે અનેક લોકો માની રહ્યા છે માર્ચ મહિનાથી સંપૂર્ણ ધંધા બંધ છે. સાથોસાથ લગ્ન સિઝન પણ નબળી કમાણીમાં ગઇ છે. ત્યારે આ વર્ષે નાની નવરાત્રીના આયોજનની જો પરવાનગી આપવામા આવે તો લાઇટ, સાઉન્ડ તથા અન્ય કારીગરોને રોજીરોટી મળી રહેશે. જો નવરાત્રીની પરવાનગી આપવામાં નહી આવે તો કદાચ નાના માણસે મરવાનો વારો આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.