ગુજરાત

gujarat

ETV Bharat / city

દીકરીના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે શ્રમજીવી પિતાએ 5 દિવસમાં એકત્ર કર્યું 16 લાખથી વધુનું ફંડ - Liver Transplant Cost

શહેરની દોઢ વર્ષિય બાળકી લિવર ફેઈલ્યોર જેવી ગંભીર બિમારીથી પીડાઈ રહી છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 16 લાખ રૂપિયાથી પણ વધુનો ખર્ચ આવે તેમ છે, ત્યારે પિતા પોતાની માસૂમ બાળકીનો જીવ બચાવવા માટે રોડ પર ઉતર્યા હતા અને ભંડોળ એકત્ર કરવા લાગ્યા હતા. એક પિતાના કાળજાના ટુકડાને બચાવવા માટે પિતાની આ મુહિમમાં સુરતીઓ સામેલ થયા અને પાંચ દિવસમાં માસૂમ માટે પિતાએ 16 લાખથી વધુનું ફંડ એકત્ર કરી લીધું છે.

પિતા પોતાની માસૂમ બાળકીનો જીવ બચાવવા માટે રોડ પર ઉતર્યા હતા
પિતા પોતાની માસૂમ બાળકીનો જીવ બચાવવા માટે રોડ પર ઉતર્યા હતા

By

Published : Sep 7, 2021, 2:27 PM IST

  • લીવર ફેઈલ્યોરની ગંભીર બીમારીથી પીડાતી દીકરીની મદદે આવ્યા સુરતવાસીઓ
  • પિતાએ પોતાની માસૂમ બાળકીનો જીવ બચાવવા માટે રોડ પર ઉતર્યા હતા
  • દીકરીના પિતાએ શરૂ કરેલી મુહિમમાં સુરતવાસીઓએ આપ્યો મોટો ફાળો
  • લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે એકઠા કર્યા 16 લાખથી વધુ રૂપિયા

સુરત : શહેરની દોઢ વર્ષિય બાળકી લીવર ફેઈલ્યોર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 16 લાખ રૂપિયાથી પણ વધુનો ખર્ચ આવે તેમ છે, ત્યારે મધ્યમ વર્ગીય પરિવારના પિતા માટે બાળકીની ચિંતાની સાથોસાથ સારવાર માટે આટલી મોટી રકમ ભેગી કરવી એ ખૂબ જ મોટો પ્રશ્ન હતો. ત્યારે આ પિતા પોતાની માસૂમ બાળકીનો જીવ બચાવવા માટે રોડ પર ઉતર્યા હતા અને લોકોને વિનંતી કરી સારવાર માટે ભંડોળ એકત્ર કરવા લાગ્યા હતા. એક પિતાના કાળજાના ટુકડાને બચાવવા માટે સુરતીઓ પણ સામે આવ્યા અને પિતાની આ મુહિમમાં સુરતીઓ સામેલ થયા અને પાંચ દિવસમાં માસૂમ માટે પિતાએ 16 લાખથી વધુનું ફંડ એકત્ર કરી લીધું છે.

ફંડ એકત્ર કરવામાં મિત્રોએ પણ આપ્યો સાથ

બાળકી લીવર ફેઈલ્યોર જેવી ગંભીર બિમારીથી પીડાઈ રહી છે

સુરતના ભેસ્તાનમાં રહેતા શ્રમજીવી નિલેશ પટેલની ૧૫ મહિનાની માસુમ પુત્રી હીર લિવરની બીમારીથી પીડાઈ રહી છે. નિલેશભાઈ એટલા સક્ષમ ન હતા કે તે પુત્રીના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 16 લાખથી વધુની રકમ એકત્ર કરી શકે, પરંતુ એક પિતાએ હાર ન માની અને કંઈપણ કરીને હીરને બચાવવા માટે તેમણે પ્રયાસ શરૂ કરી દીધો હતો. મુંબઈની ગ્લોબલ હૉસ્પિટલે જણાવ્યું હતું કે, બાળકીને લીવરનો સિરોસીસ રોગ છે. હિરને બચાવવા માટે માત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટ જ ઉપાય છે. પોતાના કાળજાના ટુકડાને બચાવવા માટે પિતાએ એક મુહિમ શરૂ કરી હતી. પાંચ દિવસથી દિવસ-રાત તે રોડ પર ઉતરીને હાથમાં ગુલ્લક લઈ લોકો પાસે અપીલ કરી રહ્યા હતા કે તેમની દીકરીની સારવાર માટે મદદ કરે. એટલું જ નહીં નિલેશ પટેલના મિત્રો પણ તેમની સાથે જોડાયા હતા અને તેઓ પણ હાથમાં બેનર લઈને અલગ અલગ વિસ્તારમાં મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા. પિતાની આ મુહિમ જોતાં સોશિયલ મીડિયા પર દીકરીને બચાવવાના સમાચાર વાયરલ થયા અને સુરતીઓની દાનવીરશાહીના કારણે માત્ર પાંચ દિવસમાં હીર માટે 16 લાખ રૂપિયાનું ફંડ એકત્ર થઇ ગયું.

જોડિયા બાળકોમાંથી દીકરી મોટી છે અને અન્ય એક પુત્ર છે

હાથમાં બેનર લઈને અલગ અલગ વિસ્તારમાં મદદ માંગી

આ મામલે નિલેશ પટેલે જણાવ્યું હતું કે , હીર 15 માસની છે. તેને લિવરની બીમારી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે માત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય રહી ગયો છે . મુંબઈની હૉસ્પિટલે જણાવ્યું હતું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે 16 લાખથી વધુનો ખર્ચ આવશે. મારા જોડિયા બાળકોમાંથી દીકરી મોટી છે અને અન્ય એક પુત્ર છે. દીકરીનું અગાઉ પણ પિત્તાશયનું ઓપરેશન કરવામાં આવ્યું છે. પાંચ દિવસમાં જ લોકોએ મારી દીકરી માટે ફંડ આપીને ખૂબ જ ઉપકાર કર્યો છે. હવે મારી દીકરીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે.

વધુ વાંચો: સુરત M.Comમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વેક્સિન લીધાના 9 દિવસ બાદ મોત

વધુ વાંચો: સુરતમાં ફરી બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સ્કૂલ સંચાલકો અને વાલીઓ મુકાયા મુંઝવણમાં

ABOUT THE AUTHOR

...view details