- પિતાએ તેના બાળક માટે ચંદ્ર પર પ્રોપર્ટી ખરીદી
- જમીન ખરીદનાર સુરતના ગ્લાસના વેપારી છે
- વિજયભાઈ મૂળ સૌરાષ્ટ્રના વતની છે
સુરતઃ માતા-પિતા પોતાના પુત્ર માટે શું નથી કરતા તેનું ઉદાહરણ સુરતના ગ્લાસ (કાચ)ના વેપારીએ પોતાના બાળક માટે પ્રોપટી ખરીદવાનું કંઇક એવું કરવાનું વિચાર્યું છે કે વર્ષો સુધી લોકો યાદ રાખે. સુરતના વિજય કથેરિયા નામના વેપારીએ પોતાના બે માસના પુત્ર નિત્યને તેમણે ભેટમાં પૃથ્વી પર નહીં પરંતુ ચંદ્ર પર પ્રોપર્ટીની ખરીદી કરી પ્લોટનો માલિક બનાવી દીધો છે. વિજયભાઇ ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલા વેપારી છે. હાલ આખા પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ છે.
આ પણ વાંચોઃ નાસાને ચંદ્ર પર પાણી મળી આવ્યું, નાસાની યોજના ચંદ્ર પર માનવ વસાહતો બનાવવાની
ન્યુયોર્કની ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી
કંપનીમાં વિજયભાઇએ ચંદ્ર પર એક એકર જમીનની ખરીદી કરવા માટે ઓનલાઇન અરજી કરી હતી. આ અરજી કંપનીએ મંજૂર કરી તમામ પ્રકારની ફોર્માલિટી કરીને સુરતના વિજય કથેરિયાને મંજૂરી આપી હોવાનો મેઈલ કરી તમામ ડોક્યુમેન્ટ મોકલી આપ્યા છે. જોકે, બાકીના ડોક્યુમેન્ટ કુરિયર મારફતે 5 દિવસમાં મળી જશે.