- સુરતમાં પિતા-પુત્ર શક્તિ જ્વેલર્સના દાગીના લઈ ફરાર
- પિતાપુત્ર લોકો સાથે 2.42 કરોડની ઠગાઈ કરી ફરાર
- પિતાપુત્ર સાથે પરિવાર પણ ગાયબ થતા ચકચાર મચી
- કતારગામ પોલીસ મથકમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ
સુરતઃ સુરતના વેસુ વીઆઈપી. રોડ પર રહેતા દિલીપ જયંતીલાલ સોની અને તેમનો પુત્ર વિશાલ દિલીપભાઈ સોની સુરતના કતારગામ ખાતે આવેલા કુબેરનગરમાં માં શક્તિ જવેલર્સ નામથી વેપાર કરતા હતા. આ બંને પિતાપુત્રે 2.42 કરોડમાં ઊઠમણું કર્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં કરોડોમાં ઊઠમણું કરનાર મા શક્તિ જવેલર્સના સંચાલકો ચાર દાયકાથી વધુ સમયથી વેપાર કરતા હોય તેમની મોટી શાખ હતી. તેને લીધે જ ઘણા વેપારીઓએ તેમને દાગીના આપ્યા હતા. જોકે, અગાઉથી જ આયોજન કરી બધું વેચી પત્ની, બાળકો સાથે ક્યાંક ચાલી ગયેલા દિલીપભાઈ અને વિશાલ વિદેશ ભાગી છૂટ્યા હોવાની આશંકા ભોગ બનેલા કેટલાક વેપારી-ગ્રાહકોએ વ્યક્ત કરી હતી. આથી, કતારગામ પોલીસે સમગ્ર પરિવારના પાસપોર્ટ અંગેની વિગતો જાણવા કવાયત શરૂ કરી છે.