- સુરતવાસીઓ હવે ફસાયા, ફાસ્ટેગ નહીં તો બમણો ચાર્જ
- સુરતમાં બે હાઈવે પર ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ ફરજિયાત
- ફાસ્ટેગ નહીં હોય તો વાહનચાલકોએ ભરવો પડશે બમણો ચાર્જ
- નવી નીતિથી સ્થાનિકો આંદોલન કરે તેવી સંભાવના
બારડોલી: સુરત જિલ્લામાંથી નેશનલ હાઈવે નંબર- 53 અને નેશનલ હાઈવે નંબર- 48 એમ બે હાઈ-વે પસાર થાય છે. આ બંને હાઈવે પર અનુક્રમે પલસાણા નજીક પલસાણા અને કામરેજ નજીક ચોર્યાસી ટોલનાકા છે.
કેસલેન બંધ કરવામાં આવશે
1 જાન્યુઆરીથી આ બંને ટોલપ્લાઝા પર વાહનો પર ફાસ્ટેગ જરૂરી કરી દેવામાં આવ્યું છે. તમામ કેસ લેન બંધ કરી દેવામાં આવશે. આથી જો ફાસ્ટેગ નહીં હોય તો નક્કી કરેલી રકમ કરતા ડબલ ચાર્જ વસૂલ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, સુરત શહેર અને જિલ્લામાં અંદાજિત 20 ટકાથી વધુ વાહનો ફાસ્ટેગ વગરના છે. તેમણે 31મી ડિસેમ્બર પહેલા વાહનો પર ફાસ્ટેગ લગાવી દેવું પડશે.
સ્થાનિકોને પાસ ઈશ્યુ કરવામાં આવશે
બીજી તરફ સ્થાનિક વાહનચાલકો ગમે તેટલી વાર ટોલપ્લાઝા પસાર કરી શકશે. પાસ મેળવવા માગતા વાહનમાલિકોએ જેતે ટોલ પ્લાઝા પર પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી બુક અને રહેઠાણનો પુરાવો આપવો પડશે.
ફરી આંદોલન થવાની સંભાવના
ભાટિયા ટોલપ્લાઝા પર અગાઉ પણ ટોલ ટેક્સ મુદ્દે લોકો વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. સ્થાનિકો પાસે વસૂલાત ટેક્સને લઈને અનેક વખત વિરોધ કરવામાં આવ્યો હતો. હવે ફરી વખત ટોલટેક્સ કેસલેસ બનાવવાની વાત આવતા જ આંદોલન થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે.