- માંગરોળ, ઓલપાડ સહિતના તાલુકામા હળવો વરસાદ
- વરસાદ વરસતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું
- વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
સુરત: સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહી વચ્ચે આજે મંગળવારે સુરત જિલ્લાના પણ ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. ઓલપાડના કીમ, કઠોડરા, કુદસદ, કિંમાંમલી અને માંગરોળના પાલોદ, નવાપરા, બોરસરા, સહિતના વિસ્તારોમા કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં મેઘમહેર, ઉભેલા પાકને નવું જીવનદાન મળ્યું