ગુજરાત

gujarat

ETV Bharat / city

કીમના ખેડૂતે ખારાશવાળી જમીન પર ઔર્ગેનિક ખેતી કરી કેરીનો મબલક પાક મેળવ્યો - gujarat news

ગત મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયું હતુ. જેમાં કેરીના પાકનો પણ સમાવેશ થાય છે. આજે એક એવા ખેડૂતની વાત કરીએ કે જેમણે ખારાશવાળી જમીન પર ઔર્ગેનિક ખેતી કરી કેરીનો પાક મેળવ્યો હતો અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

કીમના ખેડૂતે ખારાશવાળી જમીન પર ઔર્ગેનિક ખેતી કરી કેરીનો મબલક પાક મેળવ્યો
કીમના ખેડૂતે ખારાશવાળી જમીન પર ઔર્ગેનિક ખેતી કરી કેરીનો મબલક પાક મેળવ્યો

By

Published : Jun 1, 2021, 9:35 AM IST

  • કિમ ગામના ખેડૂતે ક્ષાર યુક્ત જમીનને ઓર્ગેનિક પદ્ધતિથી બનાવી ફળદ્રુપ
  • કેરીની ખેતી કરતા 90 ટકા ખેડૂતો ફેલ ગયા છે ત્યારે બળવંત ભાઈ આ સીઝનમાં કેરીનું મબલક પાક લીધો
  • કિમના ખેડૂત બળવંતભાઇ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાદાયી

સુરતઃજિલ્લાના કિમ ગામના ખેડૂત બળવંતભાઈ દેસાઈ આજે સૌ કોઈ ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. કારણકે તેમણે ઓર્ગેનિક પદ્ધતિથી પોતાની ક્ષારયુક્ત જમીનને ફળદ્રુપ બનાવી છે અને હાલ તેઓ કેરીનો મબલક પાક લઈ રહ્યા છે.

કીમના ખેડૂતે ખારાશવાળી જમીન પર ઔર્ગેનિક ખેતી કરી કેરીનો મબલક પાક મેળવ્યો

આ પણ વાંચોઃ તૌકતેના તોફાની પાવનોમાં ખરી પડેલી કેરીઓ મંડળીઓએ લઇ આપી રાહત

બળવંતભાઇએ ETV BHARATની ટીમ સાથે કરી વાતચીત

ETV BHARATની ટીમ સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજથી પાંચ વર્ષે પહેલા મેં હાંસોટ તાલુકાના સાહોલ ખાતે જમીન રાખી હતી. જમીન રાખી હતી તે દરમિયાન ઘણા લોકોએ મને કીધું કે આ જમીન ન રાખો ક્ષારવાળી છે કઈ નહિ ઉપજે. પણ મેં લોકોની વાત બિલકુલ ધ્યાનમાં ન લીધી અને જમીનને કઈ રીતે ફળદ્રુપ બનાવી એજ વિચાર્યું,

આ પણ વાંચોઃ તૌકતેની તારાજી, ગીરની શાન સમી કેસર કેરી ફેરવાઈ રહી છે કચરાના ઢગમાં

ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાનું નક્કિ કર્યું

વધુમાં બળવંતભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, મેં જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાનું નક્કી કર્યું અને નવા નવા પ્રયોગો ચાલુ કર્યા. આજે મારી મહેનત રંગ લાવી છે, હાલ વાતાવરણના કારણે 90 ટકા ખેડૂતો ફેલ ગયા છે ત્યારે બળવંતભાઈએ પોતાના 70 આંબામાંથી150 મણથી વધુનો કેરીનો પાક લીધો છે અને હાલ મોટાભાગના લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. હોંશે હોંશે કેરીનો સ્વાદ માણી રહ્યા છે, ઓર્ગેનિક કેરી અન્ય કેરી કરતા 200થી 400 રૂપિયા મોંઘી છે, છતાં લોકો સ્વસ્થયની ચિંતા કરી ઓર્ગેનિક કેરી લઈ જતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details