ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેત મજૂર હવે મહિલાઓ માટે બનાવે છે લાખો રૂપિયાની હીરાની ચોટલી - Jewelery artisans in Surat

સુરતની જ્વેલરીની (Jewelery of Surat) ચમક પાછળ કારીગરો તનતોડ મહેનત કરી કરોડો રૂપિયાના આભૂષણો બનાવી રહ્યા છે. તેમાં અભણ અને ઓછું ભણેલાં કારીગરો (Jewelery artisans in Surat) પણ પોતાની કળા બતાવી રહ્યા છે. આ કળાથી ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં સુરતનો ડંકો વગાડી રહ્યાં છે.

Farm laborer now make diamond tuft
Farm laborer now make diamond tuft

By

Published : Jan 25, 2022, 8:12 PM IST

Updated : Jan 29, 2022, 7:06 PM IST

સુરત: સુરત એક એવું શહેર છે કે જેના હીરાની ચમક આખું વિશ્વ જાણે છે. ડાયમંડ જ્વેલરી વિશ્વને આકર્ષિત કરી રહી છે પરંતુ આ જ્વેલરી બનાવનારા લોકો ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારથી આવનાર લોકો છે. ધોરણ 10થી પણ ઓછું ભણેલા કારીગરો (Jewelery artisans in Surat) આજે વિશ્વની સૌથી મોંઘી જ્વેલરી બનાવી રહ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા ભાગના કારીગરો પશ્ચિમ બંગાળથી આવેલા છે. બેરોજગાર અને ખેત મજૂરી કરનારા યુવાનોએ ક્યારે પણ વિચાર્યું નહોતું કે જ્યારે તેઓ સુરત આવશે ત્યારે હીરાની જેમ તેમની કિસ્મત પણ ચમકી જશે.

ખેત મજૂર હવે દક્ષિણ ભારતની મહિલાઓ માટે બનાવે છે લાખો રૂપિયાની હીરાની ચોટલી

અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યા છે

આજે 30થી 50 હજાર રૂપિયા કમાનારા કારીગરો એક સમયે આર્થિક સંકળામણને કારણે પરિવારનું ભરણપોષણ પણ કરી શકતા નહોતા. તેમની પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તેઓ ધોરણ 10 સુધી પણ ભણી શક્યા નહોતા. આજે બે કરોડના મુગટથી લઈને વિદેશી મહિલાઓ માટે ક્રાઉન અને એટલું જ નહીં અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યા છે. બોલિવૂડના હીરો હિરોઇન પણ આ યુવાઓ દ્વારા તૈયાર કરોડો રૂપિયાની જ્વેલરી પહેરી રહ્યા છે.

ખેત મજૂર જ્વેલરી બનાવી લાખો રૂપિયાની કરી રહ્યો છે કમાણી

દક્ષિણ ભારતમાં મહિલાઓ જે સોના અને હીરાની ચોટલીઓ વાળ ઉપર (diamond tuft of hair worth millions of rupees) પહેરે છે તેની કિંમત 15 લાખથી લઈને 85 લાખ સુધીની હોય છે. જે હાલ સુરતમાં તૈયાર કરવામાં આવી રહી છે. હીરાજડિત આ ચોટલીઓ સુરતના કારીગરો બનાવી રહ્યા છે, જેમાંથી એક પશ્ચિમ બંગાળના તાપસ વૈધ પણ છે. ખેત મજૂરી કરનાર તાપસે જણાવ્યું હતું કે, સુરત આવીને આ જ્વેલરી બનાવી તે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

સુરત આવી મારી પરિસ્થિતી જ બદલાઈ ગઈ: તાપસ વૈદ્ય

તાપસ વૈદ્યે વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળનો છું. છેલ્લા સાત વર્ષથી અહીં આવ્યો છું. મને કશું પણ આવડતું ન હતું. અગાઉ ખેતમજૂરી કરતો હતો. અહીં કામ શીખીને કારીગર બન્યો છું. આજે લાખો રૂપિયા કમાઈ શકું છું. ઘરની પરિસ્થિતિ સારી નહોતી. આ જ કારણ છે કે સુરત આવ્યો હતો. સાઉથમાં જે ચોટલી (tuft of hair For South Indian women) પ્રચલિત છે તે હું બનાવું છું. કામ કરવામાં ખૂબ જ આનંદ થાય છે. લાખો કરોડો રૂપિયાની જ્વેલરી હું તૈયાર કરું છું. જે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેના કરતાં ઘણું સારું થઇ ગયું છે. આ ક્ષેત્રમાં જ આગળ વધવાનું વિચાર્યું છે.

આ પણ વાંચો: સુરતની યુનિવર્સલ જેમ્સ 4 ટકા સુધી કમિશન મેળવી ડાયમંડ નિકાસ કરતી હોવાની આશંકા

આ પણ વાંચો: ધોરણ 8થી પણ ઓછુ ભણેલા ગ્યાસુદ્દીને બનાવ્યો 2 કરોડનો સ્વામિ નારાયણનો મુગટ

Last Updated : Jan 29, 2022, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details