સુરત:અડાજણ વિસ્તારમાં આવેલ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ સંઘવી ગૃહપ્રઘાન હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે. અને તેઓ ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા. ગત શનિવારે દીકરી સાથે ખરીદી કરી ઘરે પરત આવ્યા હતા, આ દરમિયાન લીફ્ટ બાબતે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી અને ધક્કા મૂકી તથા તેઓ લોહી લુહાણ થયા હતા, તેમને તાત્કાલિક મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતે અડાજણ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:Harsh Sanghvi Statement : યુવાઓના ભવિષ્ય સાથે રાજનીતિ ન થવી જોઈએ, FSL રિપોર્ટ બાદ તપાસ તેજ બનશે