સુરત:સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી દેમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં પણ વરસાદને(Heavy rains in Surat) કારણે અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને નુકસાન તો ક્યાંક પશુઓ તણાઇ જતા રોજીરોટીને નુકસાન પહોંચી રહ્યું છે. મહુવા તાલુકામાં બે મકાનો જમીનદોસ્ત થઈ જતા પરિવારોને સ્થિતિ દયનીય બની ગઈ છે.
વરસાદમાં બે અલગ અલગ ગામોમાં એક પાકા મકાનની દીવાલ તૂટી પડી હતી તો એક કાચું મકાન ધરાશાયી થતાં પરિવારજનોની હાલત કફોડી થઈ ગઈ હતી. દેદવાસણમાં મકાનની દીવાલ ધરાશાયી - સુરત જિલ્લામાં(Mahuva taluka of Surat) મહુવા તાલુકાના દેદવાસણ ગામે(Dedvasan village of Mahuva taluka) ગુલાબ નાથુ પટેલના પાકા ઘરની દિવાલ તૂટી પડી હતી. તેને લઈને ઘરવખરીને નુકસાન થયું હતું. નસીબજોગે ઘરના સભ્યો સમયસર ઘરની બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. દીવાલ પાડવાથી અંદાજિત 7 હજારનું નુકસાન થયું હોવાનું સરકારી ચોપડે નોંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ'
ધોળીકુઈ ગામમાં આખું મકાન જમીનદોસ્ત -આ ઉપરાંત, નજીકના જ ધોળીકુઇ ગામના રહીશ નરેશ ગમન પટેલનું કાચું મકાન ભારે વરસાદને કારણે જમીનદોસ્ત થઈ ગયું હતું. મકાન તૂટવાનો અવાજ આવતા જ તમામ સભ્યો ઘર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સંપૂર્ણ ઘર જમીન દોષ થઈ જતાં અંદાજે 10 હજાર 650 રૂપિયાનું નુકસાન થયું હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ(District Development Officer) કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારે વરસાદ, જાણો શું છે મહેસૂલ પ્રધાનની તૈયારીઓ અને વ્યવસ્થા
પરિવારોને સહાય મળે તે માટે તજવીજ શરૂ કરાઈ -બે પરિવારો વરસતા વરસાદમાં ઘર વિહોણા થયા તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું. હાલ સર્વે કરી જિલ્લા વિકાસ અધિકારી(District Development Officer) અને જિલ્લા કલેક્ટરને આ અંગે રિપોર્ટ કરી તેમને સહાય માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.