- સુરતમાં ડુપ્લિકેટ તેલ-ઘી બનાવાનું કારખાનું ઝડપાયું
- બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરનો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરતા
- PCBએ રેડ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત: સુરત શહેરમાં ડુપ્લિકેટ તેલ-ઘી બનાવાનું કારખાનું ઝડપાયું છે. જાણીતી બ્રાન્ડ સુમુલ, ગુબાલ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર પણ મળી આવ્યા છે. પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાલન પુર પાટીયા વિસ્તારમાં આવેલી ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી. ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં બ્રાન્ડેડ કંપનીના લેબલનો ઉપયોગ કરી નકલી તેલ-ઘી બનાવતા કારખાનાનો પર્દાફાશ તેલ કંપની દ્વારા PCB પોલીસ સાથે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું કૌભાંડ ફરી એક વખત સુરતમાં ઝડપાયું છે. જાણીતી તેલ કંપની દ્વારા PCB પોલીસ સાથે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પાલનપુર વિસ્તારમાં આવેલા રામનગર હાઉસિંગમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું. તેલ કંપનીને જાણકારી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં જાણીતી ઓઇલ કંપનીના ખાદ્ય તેલ બનાવવામાં આવે છે. રેડ દરમિયાન પોલીસને ઘટના સ્થળ સુમુલ, ગુબાલ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા હતા. જ્યારે ડુપ્લિકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ મારવામાં આવ્યા હતા.
બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરનો ઉપયોગ કરી કરતાં છેતરપિંડી
PCB અને તેલ કંપની દ્વારા કરાયેલી આ રેડમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ડિવા ટ્રેડિંગ મિલમાં માત્ર એક કંપની જ નહીં પરંતુ મોટા ભાગના બ્રાન્ડેડ કંપનીના તેલનું ડુપ્લિકેશન કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સુમુલ ડેરીના નામે ઘીનું પણ વેચાણ કરતા હતા.