ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ફેક એકાઉન્ટ બનાવી ફોટોની માંગણી કરાઇ, યુવતીએ નોંધાવી ફરિયાદ - સુરત પોલીસ

સુરતના સલાબતપુરા વિસ્તારના રેશમવાડમાં રહેતી મહેંદી ડિઝાઇનનું કામ કરતી યુવતીએ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેમની આઇડીના નામે કોઈએ ફેક એકાઉન્ટ બનાવીને તેમના ફ્રેન્ડ સર્કલમાં ફોટાની માગણી તથા બદનામ કરવાની ધમકીઓ આપી છે. વધુમાં આ યુવતીએ જણાવ્યું કે, પોતાના ગામના ફેક એકાઉન્ટ તેમના ફોટો જોઈને તે ચોંકી ગઈ હતી.

સાાઈબર સેલમાં ફરિયાદ
સાાઈબર સેલમાં ફરિયાદ

By

Published : Jan 13, 2021, 4:13 PM IST

  • સુરત સાઈબર સેલમાં નોંધાઈ ફરિયાદ
  • ફેક એકાઉન્ટ બનવાની નોંધાઈ ફરિયાદ
  • આરોપી બદનામ કરવાની આપતો હતો ધમકી

સુરતઃ સલાબતપુરા વિસ્તારના રેશમવાડમાં રહેતી મહેંદી ડિઝાઇનનું કામ કરતી યુવતીએ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેમની આઇડીના નામે કોઈએ ફેક એકાઉન્ટ બનાવીને તેમના ફ્રેન્ડ સર્કલમાં ફોટાની માગણી તથા બદનામ કરવાની ધમકીઓ આપી છે. વધુમાં આ યુવતીએ જણાવ્યું કે, પોતાના ગામના ફેક એકાઉન્ટ તેમના ફોટો જોઈને તે ચોંકી ગઈ હતી.

આરોપી કરતો હતો માનસિક ટોર્ચર

યુવતીને જ્યારે પોતાના નામનું ફેક એકાઉન્ટ બન્યું હોવાનું જાણવા મળ્યું ,ત્યારે તેમણે આરોપી સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીએ એકાઉન્ટ તેમના નામનું હોવાનું જણાવ્યું હતું. જેેથી આરોપીએ આઈડીનું નામ બદલી નાખ્યું હતું, પરંતુ ફોટો યુવતીનો જ રાખ્યો હતો. ત્યારબાદ આરોપીએ યુવતીના માતાના નંબરનો સ્ક્રિન શોર્ટ મોકલ્યો હતો. જેથી કંટાળેલી યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details