ગુજરાત

gujarat

By

Published : Jul 8, 2020, 10:48 AM IST

ETV Bharat / city

કોરોનાને માત આપનાર ફૈઝલ ચુનારા બીજીવાર પ્લાઝ્મા ડોનર બન્યા, જાણો શું કહ્યું?

કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝ્માની સારવાર ધણી આશીર્વાદરૂપ નીવડે છે. નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક ખાતે ફૈજલ ચુનારા, કલ્પેશ રાના અને આકાશ પટેલ એમ ત્રણ ડોનેર્સે મળી કુલ 9 જેટલા કોરોનામાંથી સાજા થયેલા વ્યક્તિઓના પ્લાઝ્મા સ્વીકારવામાં આવ્યા હોવાનું સુરત સિવિલના તબીબી અધિક્ષક ડો. રાગીણી વર્માએ જણાવાયું છે. બ્લડબેંક ખાતે કોવિડ-19 માંથી સારા થયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમા ડોનેશન સ્વીકારવાની શરૂઆત 3જી મેના રોજ કરવામાં આવી હતી.

etv bharat
etv bharat

સુરત: કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝ્માની સારવાર ધણી આશીર્વાદરૂપ નીવડે છે, ત્યારે બીજીવાર પોતાના પ્લાઝ્મા ડોનેટ કરનારા ફૈઝલ ચુનારાએ જણાવ્યું હતું કે, મને 19મી માર્ચેના રોજ કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સતત 15 દિવસની સારવાર અને ડોકટરોની મહેનત બાદ હું સ્વસ્થ થયો છું. કોરોના સારવાર જે ખાનગી હોસ્પિટલમાં લાખોના ખર્ચે થાય છે. તે સારવાર મને નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મળી છે.

પ્લાઝમા ડોનર બન્યા

ફૈઝલે જણાવ્યું હતું કે, જે સરકારે એક પણ રૂપિયો લીધા વિના મને વિનામૂલ્યે સારવાર આપી છે. તો હું એક પ્લાઝ્મા ડોનેટ કેમ ન કરી શકું. પ્લાઝ્મા ડોનેટથી અન્ય લોકોને નવજીવન મળતુ હોય છે. હું તો સ્વસ્થ થયો છું પણ અન્ય લોકોને સ્વસ્થ કરવા મદદરૂપ બનું એ મારી સામાજિક જવાબદારી છે. કોવિડ-19માંથી સ્વસ્થ થયેલા દર્દીઓ વધુમાં વધુ પ્લાઝ્મા ડોનેટ કરે તેવો અપીલ ફૈઝલે કરી હતી.

આ અંગે ઈન્ચાર્જ બ્લડ બેંકના ડો. મયુર જરગએ જણાવ્યું હતું કે, અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝ્મા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે.

પ્લાઝ્મા લેતી વખતે ડોનરનું એન્ટીબોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાઈરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. જેનાથી દર્દીઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

પ્લાઝમા ડોનર બન્યા
  • લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે. જેને પ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે.
  • કોવિડ-19ના બિમારીમાંથી સ્વસ્થ થતા દર્દીઓના પ્લાઝ્મામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે.
  • સાજા થયેલાં દર્દીના પ્લાઝ્માને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે.

જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે. રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મીલી પ્લાઝ્મા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે.

કન્વેર્લિસેન્ટ પ્લાઝ્મા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એકજ ઘટક પ્લાઝ્મા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝ્મા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા 15 દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. આ પ્લાઝ્મા ડોનેશનથી આઈ.સી.યુ.માં રહેલા કોરોના દર્દીઓની જીવન બચાવી શકાય છે. જેથી વધુમાં વધુ કોવિડ-19ના રોગમાંથી મુકત થયેલા વ્યકિતઓ વધુમાં વધુ પ્લાઝ્મા ડોનેટ કરે તેવી અપીલ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details