ગુજરાત

gujarat

ETV Bharat / city

વિવનીટ એક્ઝિબીશનમાં એક્ઝિબીટર્સને આશરે રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો - Vivinit Exhibition - 2021

સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવનીટ એકઝીબીશન– 2021 યોજવામાં આવ્યું હતું. જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

Surat Local News
Surat Local News

By

Published : Sep 14, 2021, 7:18 PM IST

  • ચેમ્બર દ્વારા પ્રથમ વખત જ યોજાયેલું વિવનીટ એક્ઝિબિશન સુરતને બ્રાન્ડ તરફ લઇ જનાર સાબિત થયું
  • પ્રદર્શનથી વિવર્સ અને નીટર્સમાં ક્રાંતિની સાથે નવો જોમ અને ઉત્સાહ વધ્યો: આશીષ ગુજરાતી
  • 6 લાખથી વધુ રેપીયર જેકાર્ડની સાડીના ઓર્ડર એક્ઝિબીટર્સને મળ્યા હતા

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન– 2021’ ને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. દેશ અને વિદેશમાંથી બાયર્સનો પ્રતિસાદ મળતા એક્ઝિબીટર્સ દ્વારા અત્યારથી જ આગામી વર્ષનું બુકીંગ નોંધાવવામાં આવ્યું છે.

એક્ઝિબીટર્સને આશરે 30 લાખ મીટરથી વધુ ગ્રે ફેબ્રિકનો ઓર્ડર મળ્યો હતો

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના 65 હજાર કાપડના વેપારીઓ પૈકી મોટા ભાગના વેપારીઓએ વિવનીટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને એક્ઝિબીટર્સને ઢગલાબંધ ઓર્ડર આપ્યા હતા. ભારતની 20 મોટી કાપડની મંડી જેવી કે જયપુર, બનારસ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઇથી બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશભરમાંથી બાયર્સ પ્રદર્શનમાં તો ઉમટ્યાં જ હતા પણ UK, દુબઇ અને ચાઇનામાંથી પણ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. દેશ-વિદેશમાંથી ઉમટી પડેલા બાયર્સ માટે આ પ્રદર્શનમાં રેપીયર જેકાર્ડમાંથી બનતું કાપડ તથા વોટરજેટ, એરજેટ, સાદા લૂમ્સ ઉપરની ચાર બાય એક ડોબીવ્યુવ અને લેપેટવ્યુવ ફેબ્રિકનું આકર્ષણ રહયું હતું. ત્રણ દિવસમાં એક્ઝિબીટર્સને આશરે 30 લાખ મીટરથી વધુ ગ્રે ફેબ્રિકનો ઓર્ડર મળ્યો હતો. 6 લાખથી વધુ રેપીયર જેકાર્ડની સાડીના ઓર્ડર એક્ઝિબીટર્સને મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details