- Exhibition for Employment માટે એક સોચ ફાઉન્ડેશનનો અનોખો પ્રયાસ
- કોરોનામાં ઘરનો મોભી ગુમાવતા લાચાર બનેલી મહિલાઓનો સહારો બની પ્લેટફોર્મ પૂરું પાડ્યું
- સ્મોલ સ્કેલ આંત્રપ્રિન્યોર મહિલાઓ માટેના એક્ઝિબિશનનું મહેશ્વરી ભવન ખાતે આયોજન કરાયું
સુરત: કોરોનાકાળમાં અનેક પરિવારોએ ઘરના મોભી ગુમાવતા પરિવારની આર્થિક હાલત કથળી ગઈ. ખાસ કરીને કે ઘરોમાં પતિનું મોત થયું હોય તેવા ઘરોમાં બાળકો સહિતના પરિવારની જવાબદારી એકલી મહિલાઓ ( destitute women in Surat ) પર આવી પડી. આવી કેટલીક મહિલાઓ પોતાનામાં રહેલી પ્રતિભાના કે હિંમતના જોરે નાનો - મોટો વ્યવસાય શરૂ કર્યો છે, ત્યારે આવી મહિલાઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે સોચ ફાઉન્ડેશન દ્વારા એક હાથ, એક સાથે અને વોકલ ફોર લોકલ થીમ પર આજ રોજ મહેશ્વરી ભવન ખાતે એક્ઝિબિશનનું ( Exhibition for Employment ) આયોજન કરવામાં આવ્યું હતું.
( Exhibition for Employment ) એકઝીબિશન અંગે રીતુ રાઠી, વનિતા રાવત, ત્રુષ્ણા યાજ્ઞિક, નિમિષા પારેખ, જેતલ દેસાઇ, એકતા તુલસીયન, સોનલ મહેતાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક કલાકારોની સાથે જ ઘરનો કમાનારા પુરુષની વિદાયથી એકલી પડી ગયેલી મહિલાઓ હાલત દયનીય થઈ ગઈ છે. ત્યારે આવા કપરા સમયમાં આવી મહિલાઓ કે જેમને પ્લેટફોર્મની જરૂરિયાત છે તેમના માટે શહેરની એક સોચ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. ફાઉન્ડેશન દ્વારા વિવિધ સંસ્થાઓની મદદથી વોકલ ફોર લોકલને ( Vocal for local theme ) પ્રોત્સાહિત કરવાની સાથે જ જરૂરિયાતમંદ મહિલાઓને પીઠબળ ( Exhibition for Employment ) મળી રહે તે માટે આજ રોજ એક હાથ એક સાથ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનું ઉદઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ( C R Patil ) હસ્તે કરાયું હતું. સાથે જ લોકોને પ્રોત્સાહન કરવા માટે હેન્ડ વિધાઉટ આર્ટિસ્ટ તરીકે ઓળખાતા મનોજ ત્યાં લાઈવ પેઇન્ટિંગ કરી રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ વાપીમાં વિધવા, નિરાધાર, બેરોજગાર, બીમારને મદદ કરતી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય કામગીરી