ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી - SVNIT

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતની સરદાર વલ્લભભાઈ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT કોલેજ)ના સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સેન્ટર- 'અશાઈન' (Surat Exhibition and presentation event)ની મુલાકાત લઈ 40 જેટલા સ્ટાર્ટઅપ સાહસિકોને નવા સાહસ માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે નવયુવાનો સાથે સંવાદ સાધી તેમના પ્રોજેક્ટ નિહાળ્યા હતાં અને તેમના પ્રોજેક્ટસની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી
સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી

By

Published : Dec 4, 2021, 7:01 PM IST

  • SVNIT કોલેજના સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સેન્ટરની ગૃહ રાજ્યપ્રધાને લીધી મુલાકાત
  • દેશનો યુવાન પરિવર્તન માટે સજાગ, એ વાતની સાબિતી સુરતના યુવાનો: હર્ષ સંઘવી
  • SVNITનું આ સેન્ટર પ્રતિભાશાળી ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરૂ પાડી રહ્યું

સુરત:SVNIT કોલેજના સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સેન્ટર (Surat Exhibition and presentation event)ની ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. અને તેમણે 40 સ્ટાર્ટ અપ ઉદ્યોગ સાહસિકોને નવા સાહસ માટે પ્રોત્સાહિત કર્યા. તેઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ યોજવામાં આવશે. દેશનો યુવાન પરિવર્તન માટે સક્ષમ અને સજાગ છે એ વાતની સાબિતી સુરતના યુવાનો પૂરી પાડી રહ્યાં છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતની સરદાર વલ્લભભાઈ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT કોલેજ)ના સ્ટાર્ટઅપ એક્ઝિબિશન સેન્ટર- 'અશાઈન'ની મુલાકાત લઈ 40 જેટલા સ્ટાર્ટઅપ સાહસિકોને નવા સાહસ માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે નવયુવાનો સાથે સંવાદ સાધી તેમના પ્રોજેક્ટ નિહાળ્યા હતાં અને તેમના પ્રોજેક્ટસની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

સ્ટાર્ટ અપ સાહસિકોને પ્લેટફોર્મ મળે એ માટે સુરતમાં એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ: હર્ષ સંઘવી

દેશનો યુવાન પરિવર્તન માટે સજાગ, એ વાતની સાબિતી સુરતના યુવાનો: હર્ષ સંઘવી

SVNIT 'અશાઈન' સેન્ટરના હોદ્દેદારોને અભિનંદન આપતાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'SVNITનું આ સેન્ટર ઉગતા અને પ્રતિભાશાળી ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરૂ પાડી રહ્યું છે. અહીં એક જ છત્ર હેઠળ કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ, મોબાઈલ એપ જેવા 40 જેટલા સ્ટાર્ટઅપ પર કામ થઈ રહ્યું છે. દેશનો યુવાન પરિવર્તન માટે સક્ષમ અને સજાગ છે, એ વાતની સાબિતી આ યુવાનો પૂરી પાડી રહ્યાં છે. સરકાર દ્વારા કુશળ યુવાનોને ટેકનોલોજી, ફંડિંગ સહિતનો જરૂરી સહકાર મળી રહે એ માટે સાંકળ બનવાનો તેમણે પ્રયાસ કર્યો હોવાનું ઉમેર્યું હતું.

આ પણ વાંચો:રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુરત સિવિલની હાલત જોઈ અધિકારીઓને ખખડાવ્યા

ઈવેન્ટને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ

સાથે તેઓએ જણાવ્યું હતું કે, સુરત અને દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટ અપ પર કામ કરતાં સાહસિકોને મદદરૂપ થવાં દેશના અલગ અલગ ક્ષેત્રના રોકાણકારોને આગામી સમયમાં સુરતમાં આમંત્રિત કરી એક્ઝિબિશન અને પ્રેઝન્ટેશન ઈવેન્ટ યોજવાનું તેમનું વિશેષ આયોજન છે, જેથી યુવાધનના નવા વિચારોને પ્લેટફોર્મ મળી રહે. આ ઈવેન્ટને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:PSI અને LRDના ઉમેદવારોને રાજ્ય ગૃહપ્રધાનનું નિવેદન કહ્યું, તમામ લે ભાગું તત્વો ઉપર ગુજરાત પોલીસની નજર

ABOUT THE AUTHOR

...view details