ગુજરાત

gujarat

ETV Bharat / city

EXCLUSIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનશે: મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત - exclusive interview

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મી માર્ચના રોજ શરૂ કરાયેલ દાંડી યાત્રા સુરત ખાતે પહોંચી હતી. આ દાંડીયાત્રામાં આજે ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાયા હતા આશરે સાત કિલોમીટર સુધી તેઓ આ દાંડી યાત્રામાં સામેલ સત્યાગ્રહીઓ સાથે ચાલ્યા હતા.

Pramod Sawant
Pramod Sawant

By

Published : Apr 2, 2021, 11:15 AM IST

Updated : Apr 2, 2021, 1:03 PM IST

  • દાંડી યાત્રામાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાયા
  • વડાપ્રધાન મોદી દ્વારા 12મી માર્ચના રોજ શરૂ કરાયેલ દાંડી યાત્રા સુરત પહોંચી
  • સોનાર બાંગ્લા બનાવવા માટે ભાજપનું રાજ આવશે

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મી માર્ચના રોજ શરૂ કરાયેલ દાંડી યાત્રા સુરત ખાતે પહોંચી હતી. આ દાંડીયાત્રામાં આજે એટલે કે શુક્રવારના રોજ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાયા હતા. આશરે સાત કિલોમીટર સુધી તેઓ આ દાંડી યાત્રામાં સામેલ સત્યાગ્રહીઓ સાથે ચાલ્યા હતા એટલું જ નહીં તેમનું પુષ્પો થકી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વગુરૂ બનશે એટલું જ નહીં દાંડી યાત્રામાં સામેલ થવાં અંગે તેઓએ પોતાનું સૌભાગ્ય જણાવ્યું છે.

આ પણ વાંચો:ગોવા રાજ્ય કોરોના મુક્ત થયું, છેલ્લો દર્દી સાજો થયો

દાંડી યાત્રામાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાયા

સાબરમતી આશ્રમથી શરૂ થયેલ દાંડીયાત્રા ગુરૂવારે સુરતના છાપરાભાટા પહોંચી હતી. આજે આ યાત્રા સુરતના કતારગામ વિસ્તારથી નીકળી હતી. જેમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત જોડાયા હતા. આશરે સાત કિલોમીટર સુધી તેઓ આ દાંડી યાત્રામાં સામેલ સત્યાગ્રહીઓ સાથે ચાલ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, 'મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1930માં જે દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. આ અમૃત મહોત્સવના પર્વ પર અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દાંડીયાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે આ દાંડીયાત્રામાં ગોવાના મુખ્યપ્રધાન હોવાના કારણે મને સામેલ થવાની તક મળી આ મારી માટે સૌભાગ્યની વાત છે આ દાંડીયાત્રા થકી લોકોમાં સત્ય અહિંસા પરમો ધર્મ અને રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે'

EXCLUSIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનશે: મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત

આ પણ વાંચો: દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવા તરફ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવા તરફ છે. જે રીતે ભારત વિકાસ કરી રહ્યું છે, કોરોના કાળમાં જે રીતે અન્ય દેશો વેક્સિન માટે ભારત તરફ જોઈ રહ્યા છે આ કારણે એ ચોક્કસથી કહી શકાય કે ભારત વિશ્વગુરૂ બનવા તરફ અગ્રસર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, આસામમાં NRC લાગુ કરવામાં આવશે નહીં આ અંગે પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, હું કોઈના નિવેદન પર ટિપ્પણી કરવા માંગતો નથી. ભારત એક અખંડ દેશ છે જેમાં સૌનો સાથ સૌનો વિકાસ થશે.

સોનાર બાંગ્લા બનાવવા માટે ભાજપનું રાજ આવશે

મહારાષ્ટ્રમાં જે રીતે ગૃહપ્રધાન ઉપર ખૂબ જ ગંભીર આરોપો પર લગાડવામાં આવ્યા છે તેને લઈ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું હતું કે 'વેટ એન્ડ વૉચ' સાથે તેઓએ જણાવ્યું હતું કે, બંગાળમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે અને મને લાગે છે કે, સોનાર બાંગ્લા બનાવવા માટે ભાજપનું રાજ આવશે.

વડાપ્રધાન મોદી દ્વારા 12મી માર્ચના રોજ શરૂ કરાઈ હતી દાંડી યાત્રા

ભારતના આઝાદીના 75માં વર્ષના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમથી ફરી એકવાર દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં 81 જેટલા નામી સ્વયંસેવકો જોડાયા હતા. આ માટે વડાપ્રધાન સવારે 10.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી પોતાના કાફલા સાથે તેઓ સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. જ્યા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ વિઝિટર બુકમાં તેઓએ સંદેશ પણ લખ્યો હતો.

Last Updated : Apr 2, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details