ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લોકો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે - સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની

તમે રેપિડ ટેસ્ટ કરાવ્યો હોય અને રિપોર્ટ નેગેટિવ આવી જાય તો ખુશ થતા નહીં. કારણ કે, સુરતમાં અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. શુક્રવારે આ વાત પોતે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પણ સ્વીકારી છે. ઓડિયોના માધ્યમથી લોકોને જણાવ્યું છે કે, રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ પણ લોકો પોઝિટિવ આવી રહ્યા છે.

સુરતમાં રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લોકો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે
સુરતમાં રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લોકો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે

By

Published : Apr 2, 2021, 4:12 PM IST

  • સુરતમાં કોરોના પોઝિટિવ કેસમાં થયો વધારો
  • રેપિડ ટેસ્ટ પછી પણ લોકોનો કોરોના રિપોર્ટ આવે છે પોઝિટિવ
  • મ્યુનિસિલપ કમિશનરે નવા સ્ટ્રેન અંગે આપી માહિતી

આ પણ વાંચોઃરાજ્ય સરકાર આવી એક્શન મોડમાં, ગુજરાતમાં પ્રવેશતાની સાથે RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવો પડશે

મ્યુનિસિલપ કમિશનરે નવા સ્ટ્રેન અંગે આપી માહિતી

સુરતઃ સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ એક તરફ તંત્ર માટે માથાનો દુખાવો છે ત્યારે બીજી બાજુ હાલ રેપિડ ટેસ્ટ નેગેટિવ આવી રહેલા લોકો જ્યારે RT-PCR ટેસ્ટ કરાવી રહ્યા છે ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. આ સાથે સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન લોકોમાં વધારે ફેલાઈ રહ્યો છે. કોરોનાનો નવો ટ્રેન્ડ વધુ ઝડપથી પ્રસરે છે અને વધારે ઘાતક પણ છે. આ વાતની જાણ પોતે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપી છે. તેઓએ ઓડિયોના માધ્યમથી શહેરીજનોને જણાવ્યું છે કે, આ અગાઉ જૂના કોરોના ટ્રેન્ડમાં જે ન્યૂમોનિયા 5થી 7 દિવસમાં થતો હતો. તે હાલ ઓછા સમયમાં થઈ રહ્યો છે. આ કોરોના ફેફસામાં વધુ અસર કરે છે.

આ પણ વાંચોઃવિકાસશીલ સરકાર: સરકારે ધમણ વેન્ટિલેટરની માત્ર વાતો જ કરી, કેટલા ખરીદ્યા ધમણ ?

નવો સ્ટ્રેન વધુ ઘાતક છે

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં જે વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તે વધુ ચેપી અને ઘાતક છે. તેઓએ અપીલ કરી છે કે, સુરતના સોસાયટીના લોકો સોસાયટીમાં આવેલા ક્લબને બંધ કરે અને બિનજરૂરી ઘરેથી નીકળે નહીં. બાળકોની ખાસ કાળજી લેવામાં આવે. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે, લોકો શક્ય બને તેટલું વર્ક ફ્રોમ હોમ કરે. હાલ સંક્રમણને અટકાવવા માટે કન્ટેન્મેન્ટ ઝોનમાં પોલીસ અને પાલિકાના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે રિવર્સ કોરોન્ટાઈનની નિતિ અપનાવા પણ અપીલ કરાઈ છે. વધુમાં વધુ લોકોને આ માટે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details