- રાજ્યમાં વકરી રહ્યો છે કોરોનાનો કહેર
- ઑક્સિજનની સ્થિતિ અંગે રિયાલીટીચેક
- ઑક્સિજનની સ્થિતિની કરી તપાસ
ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્રના નાસિકમાં ઑક્સિજન ટેન્કરમાં થયેલા લીકેજ બાદ 22 લોકોનાં કરૂણ મોત નિપજ્યા હતા જે બાદ ETV ભારતે ગુજરાતમાં હોસ્પિટલ્સની સ્થિતિ શું છે તેનો રિયાલીટી ચેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ રીયાલિટી ચેકમાં સૌથી પહેલા વાત કરીએ આણંદ જિલ્લાની. તો આણંદમાં અપરા હોસ્પિટલમાં પણ 3 ઑક્સિજનના પ્લાન્ટ છે આથી તેઓ પોતાની જરૂરતનો 60 ટકા ઑક્સિજન જાતે જ ઉત્પાદિત કરે છે. બાકીનો 40 ટકા જથ્થો તેઓ બહારથી ખરીદે છે. આ હૉસ્પિટલમાં નડીયાદ, બોરસદ,ખંભાત અને અન્ય મોટા જિલ્લામાં જો જગ્યા ન હોય તો ત્યાંથી પણ પેશન્ટ ઠલવાય છે અને અ ત્યારે આ હૉસ્પિટલનાં 90 ટકા પેશન્ટ ઑક્સિજન પર છે. ETV ભારતે હોસ્પિટલ ઉપરાંત આણંદ જિલ્લાના ઑક્સિજનના મુખ્ય વિક્રેતા સાથે વાત કરી હતી જેઓએ જણાવ્યું હતું કે અમારી પાસે 3 થી 4 ટન ઑક્સિજનની ઉત્પાદન ક્ષમતા છે અને 20 ટન લિક્વિડ ઑક્સિજનની સંગ્રહ ક્ષમતા વાળી ટેન્ક છે. અત્યારે જામનગર અને વડોદરાથી ઑક્સિજન આયાત કરવામાંઆવે છે. અગાઉ જિલ્લામં 6 ટન જેટલા ઑક્સિજનની જરૂર હતી જે હવે વધીને 18 થી 20 ટન જેટલો થયો છે. એપ્રિલ મહિનામાં ઑક્સિજનનો ઉપયોગ 34 ગણો વધ્યો છે. જો આગામી દિવસોમાં ઑક્સિજનની માંગ વધશે તો જિલ્લામાં અછત સર્જાઇ શકે છે.
જામનગરમાં એક મહિના સુધી ચાલે તેટલો છે જથ્થો
આણંદ બાદ ETV ભારતે રિયાલિટી ચેક કર્યો જામનગર જિલ્લામાં જ્યાં સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ છે કે સારવાર માટે જગ્યા હવે જગ્યા રહી નથી રહી નથી. પણ જિલ્લામાં ઑક્સિજનનો જથ્થો પણ એક જ મહિનો ચાલે એટલો છે. કોરોનાના દર્દીઓને ઓક્સિજનની પુષ્કળ પ્રમાણમાં જરૂર પડી રહી છે. ત્યારે જામનગરની ગુરુગોવિંદ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓક્સિજનની અછત નિવારવા માટે મોરબીની ખાનગી કંપની પાસેથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. આ ઑક્સિજનનો સંગ્રહ નવી બનાવવામાં આવેલી 20,432 લિટરની કેપેસિટી ધરવાતી ટેન્કમાં કરવામાં આવે છે. આ ટેન્ક નવી હોવાના કારણે તેની નળીઓ નવી છે આથી લિકેજની કોઇ શક્યતા દેખાઇ રહી નથી અને સરળતા પૂર્વક કોવિડ હૉસ્પિટલ સુધી ઑક્સિજન પહોંચાડવામાં આવે છે.