ગુજરાત

gujarat

ETV Bharat / city

સિંગાપુર જેવું બર્ડ પાર્ક સુરતમાં વિકસાવાયું, એક્ઝોટિક પક્ષીઓ જોવા વિદેશ નહીં જવું પડે..! - ગુજરાતમાં બર્ડ પાર્ક

સુરતને સિંગાપુર બનાવવાની કવાયત મહાનગરપાલિકાએ હાથ ધરી છે. શહેરના રોડ, બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિંગાપુરની જેમ હોય તે અંગે બારીકાઈથી ધ્યાન રાખવામાં આવે છે. હવે સિંગાપુરની જેમ સુરતમાં પણ બર્ડ પાર્ક વિકાસવવામાં આવ્યું છે. સિંગાપુરના બર્ડ પાર્કમાં જોવા મળતા અનેક એક્ઝોટિક પક્ષીઓ સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. આ પાર્કમાં ગુજરાતભરમાં જે એક્ઝોટિક પક્ષીઓ નહીં જોવા મળે તે તમામ પક્ષીઓ સુરતમાં જોવા મળશે.

Bird Park
સિંગાપુર જેવું બર્ડ પાર્ક સુરતમાં વિકસાવાયું

By

Published : Oct 6, 2020, 10:01 PM IST

સુરત: સુરતીઓ ખાવા અને ફરવા માટે વિશ્વ વિખ્યાત છે. ખાસ કરીને પક્ષી પ્રેમીઓ સુરતમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. પરંતુ કોંક્રિટના જંગલમાં પક્ષીઓ જોવા મળવું એ અશક્ય છે. ત્યારે સુરતના આદિત્ય દેસાઈએ કોંક્રિટના જંગલમાં પણ સેંકડો એક્ઝોટિક પક્ષીઓને એકત્ર કર્યા છે.

પક્ષીઓનો કલરવ લોકોને બીજી દુનિયામાં લઇ જાય છે. આ એક્ઝોટિક બર્ડ પાર્ક સુરતના સાઈલેન્ટ ઝોનમાં આદિત્ય દેસાઈએ તૈયાર કર્યું છે. આ એક્ઝોટિક પક્ષીમાં 22 અલગ-અલગ પ્રજાતિના 280 કરતા વધારે પક્ષીઓ કલરવ કરે છે. જેમાં ખાસ સ્કારલેટ મકાઉ, બ્લ્યુ ગોલ્ડ મકાઉ, મીડીયમ સલ્ફર કકાટુ, આફ્રિકન ગ્રે પેરટ એકલેટ્સ, ગોલ્ડન ફિઝન્ટ, રાજહંસ અને તર્કી સામેલ છે.

સિંગાપુર જેવું બર્ડ પાર્ક સુરતમાં વિકસાવાયું
આ બર્ડ પાર્ક શરૂ કરવા માટે આદિત્ય દેસાઈએ સિંગાપુર ખાતે ખાસ કોર્સ પૂર્ણ કર્યો છે. આ સાથે જ ઇન્ટરશીપ કરી છે. જે રીતે સિંગાપોરમાં લોકો વર્લ્ડ પાર્કનો અનુભવ કરે છે તે જ રીતે સુરતમાં લોકો વિદેશી બર્ડ પાર્કનો અનુભવ મેળવી શકે એ માટે તેઓએ આ બર્ડ પાર્ક શરૂ કર્યું છે. જેમાં અનેક રંગોના આ પક્ષીઓ જોઈન લોકો આનંદિત થઈ જશે.

આ પક્ષીઓની સાર-સંભાળ અને ખોરાક માટે મહિને 70થી 80 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. કોંક્રિટના જંગલમાં ભાગ્યે જ પક્ષીઓ જોવા મળે છે. ત્યારે વિદેશી પક્ષીઓ જોવાની તક મળશે. આ પાર્કમાં આવનાર લોકોને તમામ પક્ષીઓ અંગે માહિતી આપવામાં આવતી હોય છે. અહીં મ્યૂઝિયમ ગેલેરી અને ઍક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. એક જ સ્થળે પક્ષીઓ, માછલીઓ, અલગ જાતિના સસલાં અને હેમસ્ટરની સાથે પર્યાવરણ માટે બોન્સાઈ, ફ્રૂટ પ્લાન્ટ, પાયથસ, ઈન્ડોર પ્લાન્ટ મૂકાયા છે.

અહીં આવનારા લોકો પોતાના હાથે પક્ષીઓને ખાવાનું આપી શકે છે. સિંગાપોરનું બર્ડ પાર્ક જોઈને સુરતમાં 4 વર્ષેની મહેનત બાદ આ બર્ડ પાર્ક તૈયાર કરાયું છે. વિદેશી પક્ષીઓ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે ખાસ આ પાર્ક તૈયાર કરાયું છે.

આ પાર્કમાં બાળકોને જુદા-જુદા પ્રકારના પક્ષીઓથી માહિતગાર કરાશે અને બોન્સાઈ પ્લાન્ટ માટેની ટ્રેનિંગ પણ અપાશે. સુરતમાં પક્ષીઓના પાર્ક જોઈ લોકો પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details