- મોટા વરાછાના ઉતરાણ કોમ્યુનિટી હોલમાં શરૂ કરાયું સેન્ટર
- વોર્ડ નંબર-2ના ઉમેદવાર કાઉન્સિલરની પહેલ
- સુરતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કરાય છે કાર્યક્રમ
સુરત: હાલ કોરોના કેસ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે શહેરના સરકારી તથા બિનસરકારી હોસ્પિટલોમાં જગ્યાઓ ફૂલ થઇ ગઇ છે. સુરતની અનેક સંસ્થાઓ દ્વારા પોત પોતાના વોર્ડમાં જગ્યાઓના વ્યવસ્થા પ્રમાણે આઇસોલેટ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને આ આઇસોલેટ સેન્ટરોમાં મનોરંજન કરવા માટે આખો દિવસ અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાને થયેલો કોરોના પણ યાદ ન રહે તે રીતે આ કાર્યક્રમમાં દર્દીઓને કાર્યક્રમો દ્વારા મંત્રમુગ્ધ કરી દેવામાં આવે છે.
આ પણ વાંચો:સુરતમાં દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ, કોવિડ સેન્ટરમાં ગરબા-એરોબિક્સનું આયોજન
આઇસોલેટ સેન્ટરમાં આખો દિવસ ડાયરો, ગરબા, હાસ્ય જેવા કાર્યક્રમો કરવામાં આવે છે
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઉતરાણ કોમ્યુનિટી હોલમાં લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના દર્દીઓ માટે જો હોમ ઇસોલેટ રહી શકતા નથી. તેઓને આ કોમેડી હોલમાં લાવવામાં આવે છે. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે મૂકવામાં આવ્યા છે. ત્યારે સુરતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આ કોરોનાગ્રસ્ત દર્દીઓને મનોરંજન કરાવવા માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમ કે, ગરબા, ડાયરો, હાસ્યરસના ગીતો-ગવડવા વગેરે જેવા કાર્યક્રમો કરે છે.