મહિધરપુરા વિસ્તારમાં ઉઠમણું કરનાર વેપારી હીરાની ખરીદી કરવા આવી રહ્યો હોવાની માહિતી મળતા વેપારીઓ ત્યાં પહોચ્યાં હતા. જ્યાં ત્યાર બાદમાં પોતાની કારમાં જ ઉઠમણું કરનાર વેપારીને ઝડપી પાડી અન્ય વેપારીઓએ કાપોદ્રા પોલીસ મથકે લઇ આવ્યા હતા.
કરોડોમાં ઉઠમણું કરનાર વેપારીને અન્ય વેપારીઓએ જ પકડી પાડ્યો - crime
સુરત: કરોડોમાં ઉઠમણું કરનાર વેપારીને જાતે પકડી અન્ય વેપારીઓ પોલીસ મથકે લઇ આવ્યા હતા. તમામ વેપારીઓએ ઉઠમણું કરતા વેપારીને દબોચી લઈ પોલીસ મથકે લઈ જવાયો હતો અને તેના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવાઇ હતી.
સ્પોટ ફોટો
ધીરેનભાઈ ખૂટ સહિત અન્ય વેપારીઓ ઉઠામણુ કરનાર હીરાના વેપારી હશુભાઈને પકડી પાડ્યો હતો. સૈયદપુરા પંપિંગ સ્ટેશન નજીકથી પકડી વેપારીઓ કાપોદ્રા પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં તેઓએ ફરીયાદ નોંધાવી ઉઠમણું કરનાર વેપારીને પોલીસને સોંપ્યો હતો.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.