- આદિવાસી બહેનોને મળશે સ્વરોજગારી મળશે
- બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ બનાવવાના યુનિટની શરૂઆત
- ખેતીકામ કરતી મહિલાઓ માટે રોજગારનો અવસર
- સહયોગ શક્તિ ફાઉન્ડેશનનો પ્રયાસ
સુરતઃ સેનેટરી પેડ્સ બનાવવાના યુનિટની શરૂઆત કરવામાં વાલોડ ઉદ્યોગવાડીમાં કરવામાં આવી છે. આ યુનિટમાં હાલ 6 બહેનોને રોજગાર આપવામાં આવી રહ્યો છે. જેમાં વાલોડ, દેગામા અને વેડછી ગામની મહિલાઓ કામ કરી રહ્યાં છે. ગ્રામ્ય બહેનોને સ્વરોજગારી મળે અને સાથે એમનામાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે એ હેતુથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ કાર્ય સ્વસહાય જૂથની મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ પણ બન્યું છે. હાલ આ બહેનો દર મહિને આશરે 3000ની આવક સાથે મહિને 25000 જેટલા પેડ્સ બનાવે છે.
- પ્રોજેકટનું નામ ક્રીમશન
રાઉન્ડ ટેબલ મહિલા વિંગની રતિકા ભાટિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટનું નામ ક્રીમશન છે. આ આંતરાષ્ટ્રીય પ્રોજકટ છે. જેની માટે ફંડ વિદેશથી આવે છે. ત્રણ લાખના ખર્ચે યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આદિવાસી મહિલાઓ અને કિશોરીઓ માટે લાભકારી છે. રોજગારની સાથે માસિક ધર્મમાં હાઇજિન તેઓએ શીખી શકશે.
- આ પેડ આદિવાસી સમાજની દીકરીઓને આપવામાં આવશે
શક્તિ ફાઉન્ડેશનના ડૉ.સોનલ રોચાણીએ કહ્યું કે, અમારો પ્રયાસ ગ્રામ્ય આદિવાસી બહેનોમાં માસિક ધર્મ દરમ્યાન બાયોડીગ્રેડેબલ પેડ્સ વાપરવા અંગે જાગૃતિ આવે અને આ પેડ્સ બહેનો દ્વારા જ બનાવવામાં આવે તો સ્વરોજગારી પણ મેળવે આ બે હેતુથી અમે હાલ કામ કરી રહ્યાં છીએ. તાપી ઉપરાંત નવસારી અને ડાંગમાં પણ આવા યુનિટ શરૂ કરીશું. અને આ તમામ પેડ્સ નિઃશુલ્ક આદિવાસી સમાજની દીકરીઓને આશ્રમ શાળામાં આપવામાં આવશે.
સ્ત્રી સશક્તિકરણનો સુંદર પ્રયાસઃ વાલોડની આદિવાસી મહિલાઓ માટે આત્મનિર્ભરતાનું સાધન બન્યાં સેનેટરી પેડ
આદિવાસી મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવવા માટે તેમ જ માસિક સમયે બાયોડીગ્રેડેબલ પેડ વાપરવા અંગે જાગૃતિ આવે એ માટે સુરતની એક સંસ્થા દ્વારા સુરત બાદ તાપી જિલ્લામાં સેનેટરી પેડ બનાવવા માટે યુનિટની શરૂઆત કરાઈ છે. જેમાં હાલ ખેતીકામ કરતી મહિલાઓ રોજગારી મેળવી રહી છે. આ મુહિમ સુરત રાઉન્ડ ટેબલ મહિલા વિંગ દ્વારા શરૂ કરવામાં આવી છે અને સહયોગ શક્તિ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું છે.
સ્ત્રીસશક્તિકરણનો સુંદર પ્રયાસઃ વાલોડની આદિવાસી મહિલાઓ માટે આત્મનિર્ભરતાનું સાધન બન્યાં સેનેટરી પેડ
Last Updated : Oct 26, 2020, 4:48 PM IST