સુરત સુરત ST ના કર્મચારીઓ સરકાર સામે લડતના મૂડમાં છે. સુરત ST ના કર્મચારીઓ દ્વારા આજરોજ શહેરના ST બસ ડેપો સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં એકઠા થઈ કાળી પટ્ટી બાંધી રાજ્ય સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન ( Employees of Surat ST Protest ) કર્યું હતું. ગ્રેડ વધારો, મોંઘવારી ભથ્થું અને કાયમ કરવા સહિતની ( Demands of ST Employees ) એસટી કર્મચારીઓની માંગણીઓ સાથે અનેક મુદ્દા લઈને કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેં ઉપરાંત એસટી કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટરમાં સરકાર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.
કાળી પટ્ટી બાંધી રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન આ પહેલા જ આ મુદ્દે એસટીના કર્મચારીઓ દ્વારા જ્યારે સરકાર સમક્ષ રજૂઆત સરકારે 10 સપ્ટેમ્બર સુધીનો અલ્ટીમેટ આપ્યું હતું. પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે આજરોજ ફરી પછી સુરત ST ના કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન ( Employees of Surat ST Protest )કર્યું હતું. આગામી 23 સપ્ટેમ્બરથી એકસાથે માસ સીએલ પર ઉતરશે અને 22 મી મધરાતથી સુરત STની 500 બસનાં પૈડાં ( Threat to Strike on 23 September ) થંભી જશે. જેમાં 450 બસની સરેરાશ 1200 જેટલી ટ્રિપ રદ થઈ જશે.એસટી બસનાં પૈડાં થંભી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે.
લાઈટ લાઇન ઓવર ટાઈમ અને SL અન્ય ભથ્થાઓ 7માં પગાર પંચ આપવામાં આવે ST ના કર્મચારીઓને વખત 16000 હજાર પગાર આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના અને અન્ય કર્મચારીઓ 19,000 ફિક્સ પગાર આપવામાં આવે છે. કામદારોને ફક્ત 17 ટકા મોંઘવારી આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓને 34 ટકા મોંઘવારી આપવામાં આવે છે. ત્યારે અમારા કર્મચારીઓનો પણ પૂરેપૂરું 34 ટકાનું ( Demands of ST Employees ) આપવામાં આવે. ST ના કર્મચારીઓને લાઈટ લાઇન ઓવર ટાઈમ અને અન્ય ભથ્થાઓ એ 25 વર્ષ જૂના છે. એટલે પાંચમા પગાર પંચ મુજબ છે. તો અમને લાઈટ લાઇન ઓવર ટાઈમ અને SL અન્ય ભથ્થાઓ 7માં પગાર પંચ આપવામાં આવે. તે ઉપરાંત વર્ગ 4થા કર્મચારીઓને હજી સુધી બોનસ આપવામાં આવ્યું નથી.
23 તારીખથી હડતાળની ચીમકી ઉપરાંત ડ્રાઇવર અને કંડક્ટરોને ગ્રેડ પેમાં ( Demands of ST Employees ) ઘણો તફાવત છે. આવી અનેક માંગણીને લઈને આખા ગુજરાતમાં 18 જેટલાં વિભાગો છે અને 135 જેટલાં બસ ડેપો છે એમાં 45, 000જેટલાં કર્મચારીઓ છે. આ તમામ કર્મચારીઓ સોમ મંગળ બુધ સુધી કાળી પટ્ટી બાંધી સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરી વિરોધ પ્રદર્શન ( Employees of Surat ST Protest ) કરશે. આ વિરોધ પ્રદર્શન અમે ફરજ નિભાવીને કરી રહ્યા છીએ. જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આ ગુરૂવારના મધરાતથી એટલે કે 23 તારીખ શુક્રવારના રોજથી અમારા 45,000 બસના કર્મચારીઓ સામૂહિક હડતાળ ( Threat to Strike on 23 September ) કરશે.