ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત STના કર્મચારીઓએ પોતાની માંગો ન સંતોષાતા ચક્કાજામની ચિમકી આપી - કર્મચારીઓ સ્વયંભૂ ચક્કાજામ કરશે

સુરતમાં આજે બુઘવારે ફરીથી ST કર્મચારીઓનો સાતમો પગાર પંચ તથા અન્ય ૨૦ જેટલા મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમજ સાંજે સુધી માંગ પૂર્ણ નહી થાય તો રાત્રે ૧૨ વાગ્યાથી રાજ્યભરમાં ચક્કાજામની ચિમકી પણ આપવામાં આવી હતી.

સુરત STના કર્મચારીઓએ પોતાની માંગો ન સંતોષાતા ચક્કાજામની ચિમકી આપી
સુરત STના કર્મચારીઓએ પોતાની માંગો ન સંતોષાતા ચક્કાજામની ચિમકી આપી

By

Published : Oct 20, 2021, 8:27 PM IST

  • STના કર્મચારીઓએ પોતાની માંગો ન સંતોષાતા ચક્કાજામની ચિમકી આપી
  • ૨૦ જેટલા મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું
  • કર્મચારીઓ સ્વયંભૂ ચક્કાજામ કરશે

સુરત: સુરતમાં આજે બુધવારે ST બસના કર્મચારીઓએ સાતમાં પગારપંચ તથા અન્ય ૨૦ જેટલા મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા બે વર્ષથી ST બસના કર્મચારીઓ સાતમા પગાર પંચ તથા ૨૦ મુદ્દાઓને લઈને સરકારને ઘણીવાર રજૂઆત કરી છે પરંતુ સરકાર આ મુદ્દે કોઇજ પગલા લેતી નથી. છેલ્લા બે મહિનાથી અવારનવાર ST બસના કર્મચારીઓ રાજ્ય સરકાર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે તેમ છતાં રાજ્ય સરકાર ST બસના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રજૂઆતનો કોઈ પણ નિર્ણય લેતી નથી. જેથી આજરોજ બુધવારના જો રાજ્ય સરકાર દ્વારા સાંજ સુધી કોઇ નિર્ણય નહી લેવામાં આવે તો રાત્રે ૧૨ વાગ્યાથી રાજ્યભરમાં GSRTC ના બસના પૈડા થંભી જશે તેમજ ચક્કાજામ પણ કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે.

સુરત STના કર્મચારીઓએ પોતાની માંગો ન સંતોષાતા ચક્કાજામની ચિમકી આપી

નિચે મુજબના મુદ્દાઓને લઇને હડતાલ કરવામાં આવી છે

1. નિગમ દ્વારા સરકારમાં કરેલી બધી દરખાસ્તો અંગે સકારાત્મક નિર્ણય લે.

2. સેટલમેન્ટ કરાર મુજબ જુલાઈ 2019ની 5% અને જુલાઈ 2019ની 11% વધેલી મોંઘવારી અમને કુલ મળી 100 ટકા મોંઘવારી ભથ્થાની અસર સહી તેમજ ચઢત એરીયર્સની રકમ સપ્ટેમ્બર ઇન ઓક્ટોબર 2021 માસના પગારમાં ચુકવણી કરવામાં આવે

3. સેટલમેન્ટ કરાર મુજબ વર્ગ-૪ના કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષ સુધીનું બોનસ 15 ઓક્ટોબર સુધી ચૂકવી આપવામાં આવે.

4. સાતમા પગાર પંચની અમલવારી ચૂકવવાપાત્ર થતો ઓવરટાઈમ પાછલી અસર સાથે ચૂકવવાનું રહેશે.

5. તારીખ- 6/3/2019ના લેખિત સમાધાન અનુસાર સાતમા પગાર પંચ મુજબ એરીયર્સના છેલ્લા હપ્તાનીઓની રકમની ચૂકવણી કરવામાં આવી હતી. તે મુજબ નિવૃત્ત કર્મચારીઓને 15 ઓક્ટોબર 2021 સુધી ચૂકવી આપવામાં આવે.

6. નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી મળવાપાત્ર લાભો આપવામાં આવે.

7. નિગમના કંડકટર કક્ષામાં પગારની વિસંગતતા દૂર કરી તાત્કાલિક સાતમા પગાર પંચમાં સંકલન સમિતિ દ્વારા માંગવામાં આવેલ પે સ્કેલનો અમલવારી કરી ચુકવણી કરવામાં આવે.

8. સેટલમેન્ટ કરાર મુજબ ચડતા હક રજાનું રોકડમાં નિવૃત્ત અને પ્રવૃત્તિઓ કર્મચારીઓને 15 ઓક્ટોબર 2021 સુધી ચૂકવી આપવામાં આવશે.

9. 5 જુલાઈ 2021 પહેલા ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રીતો દ્વારા નોકરીની માંગણી કરેલ છે. તેમની માગણી મુજબ જરૂર પડે તો તે કક્ષાની બદલીઓ કરીને 15 ઓક્ટોબર 2021 સુધી નોકરી આપવામાં આવે.

10. ડ્રાઇવર કંડકટર અને મેકેનિક કક્ષાના કર્મચારીઓની ભરતી કે બઢતીમાં સીસીસી ની જોગવાઈ તાત્કાલિક રદ કરવામાં આવે.

11. બદલી અંગેનો પરિપત્ર નંબર- 2077 રદ કરવામાં આવે તથા તેના ધોરણો હળવા કરવામાં અંગેનો નિર્ણય 15 ઓક્ટોબર 2021 સુધી લેવામાં આવે.

12. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો સરકાર તરફથી ધરાવો કરવામાં આવેલ છે. તેની એરીયર્સના સહિત ચુકવણી કરવામાં આવે.

13. સેટલમેન્ટ કરાર મુજબ 2007 થી 2008 સુધી વાદળી ડાંગરી તેમજ વર્ષ 2009 થી આજ દિન સુધીના બ્લોક પ્રિયડનો ખાખી યુનિફોર્મ તથા વાદળી ડાંગરી આપવી. આ યુનિફોર્મ જ્યાં સુધી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ કર્મચારીઓને યુનિફોર્મ બાબતે ડેફોલ્ટ કેસના કરવો.

14. સેટલમેન્ટ કરાર મુજબ DAOT બોનસ એવા તમામ મુદ્દાઓની અમલવારી કે પછી ચુકવણી બાબતે સરકાર કે નાના ખાતાની પૂર્વ મંજૂરીઓની આવશ્યકતાઓ રહેતી નથી. તેવી બાબતો કાયદા મુજબની હોય અથવા મુદ્દાઓનો નિગમ લેવલ નિર્ણય લઇ અમલવારી કરાવે.

15. ફિક્સ પગારના કર્મચારીઓના અવસાનના કિસ્સાઓમાં તેમના આશ્રિત વારસદારોને સરકારના ઠરાવ મુજબ ૪ લાખની સહાય આપવામાં આવે.

16. તારીખ 21-2-2019 થી 22-9-2019ની માસ CL રાજાઓ મંજુર કરીને તેમના કપાત કરેલ પગારના નાણા કોરોના કાળમાં અવસાન પામેલ નિગમના કર્મચારીઓના વારસદારોને ચૂકવવામાં આવે.

17. સેટલમેન્ટ ભાગ-2ની માંગણી મુજબ તાત્કાલિક ચર્ચાઓ કરી 30 નવેમ્બર 2021 સુધી ચર્ચાઓ કરી તેમને એવોર્ડ આપવામાં આવે.

18. સંકલન સમિતિ દ્વારા સાતમા પગાર પંચ અનવયે પ્રસિદ્ધ કરેલ પત્રિકા તેમજ 14 જુલાઈ 2021ના રોજ પાઠવેલ પરિપત્રમાં દર્શાવેલ અન્ય પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવામાં આવે.

19. નિગમમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે તમામ વિભાગની એકમો ખાતેથી અલગથી આરામ ગૃહ બનાવામાં આવે.

20. પાર્ટ ટાઈમ કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરવો અને કાયમી કરવો.

કર્મચારીઓ સ્વયંભૂ ચક્કાજામ કરશે
ST બસ ડેપોના જનરલ સેક્રેટરી સંજય ચીમનભાઈ પટેલે જણાવ્યું કે, સરકાર જોડે અમારી ગઈકાલ સુધી ચર્ચાઓ થઈ રહી હતી એ પડી ભાંગી છે. અમારા 20 જેટલા મુદ્દાઓ માટે છેલ્લા એક મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો. અને છેલ્લા બે વર્ષથી અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. અમારા અમુક પ્રશ્નનો નિકાલ આવતો નથી. અને આજે બુધવારે 4 વાગ્યે પાછા બોલાવ્યા છે. અને આજે ચાર વાગ્યા પછી જો કોઈ સાચો નિર્ણય નહીં આવે તો રાત્રે ૧૨ વાગ્યાથી બધા જ કર્મચારીઓ સ્વયંભૂ ચક્કાજામ કરશે.

બેઠક પૂરી થઇ ગઇ છે, છતાં કોઇ નિર્ણય નથી લેવાયો

રાજ્યનું 'ST કર્મચારી યુનિયન' વાહન વ્યવહાર પ્રઘાન સાથે બેઠક કરવા માટે પહોંચ્યું હતું. યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો બેઠકમાં કોઈ નિર્ણય નહી લેવાય તો બસનાં પૈડા આજ રાત્રીથી થંભી જશે. તેમજ આ બેઠક પૂરી થઇ ગઇ છે, છતાં પણ કોઇ નિર્ણય પૂર્ણેશ મોદી દ્વારા લેવાયો નથી.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં આકાશી આફત, અમિત શાહ ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરશે

આ પણ વાંચો : દિવાળીના 10 દિવસ બાકી, પરંતુ ડ્રાયફ્રુટ માર્કેટમાં ઘરાકી ઓછી

ABOUT THE AUTHOR

...view details