ગુજરાત

gujarat

ETV Bharat / city

વિવિધ પડતર માંગણીઓને લઈને સુરત એસ.ટી. વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા - વિવિધ પડતર માંગણીઓને લઈને સુરત એસ.ટી. વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

સાતમા પગાર પંચ સહિતના અન્ય પ્રશ્નોને લઈને સુરતમાં એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી તેમજ વિવિધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોધાવ્યો હતો અને જો તેમની માગ પૂરી નહીં થાય તો હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

વિવિધ પડતર માંગણીઓને લઈને સુરત એસ.ટી. વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
વિવિધ પડતર માંગણીઓને લઈને સુરત એસ.ટી. વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

By

Published : Sep 21, 2021, 10:12 PM IST

  • સુરતમાં એસ.ટી. વિભાગ દ્વારા કરાયો વિરોધ
  • કામદારોને થતા અન્યાયને લઈને કારોય વિરોધ
  • આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

સુરત: એસ. ટી. કામદારોના સાતમા પગાર પંચ સહિતના અન્ય પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતમાં એસ.ટી.ના તમામ કામદારો આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરતમાં એસ. ટી. ડેપો ખાતે કામદારો કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા સાતમા પગાર પંચનો લાભ એસ.ટી.ના તમામ કામદારો આપવામાં આવ્યો નથી તે વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વિવિધ પડતર માંગણીઓને લઈને સુરત એસ.ટી. વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

વિરોધ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

સમગ્ર ગુજરાતમાં એસ.ટી.ના 45 હજાર કામદારોને સાતમાં પગાર પંચ પૂરેપૂરો આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત પણ મોંઘવારી ભથ્થું, પે ગ્રેડ તેમજ સરકાર દ્વારા ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી એસ.ટી તેમજ પ્રવાસીઓને જ નુક્સાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 27 સપ્ટેમ્બર તેમજ 1 ઓક્ટોબરના રોજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવશે. તેમ છતા પણ જો માગ સ્વિકારવામાં નહીં આવે તો 7 ઓક્ટોબરના મધરાત્રીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details