સુરત: ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ખેતી (farming in summer season)ને અપાતા વીજ પુરવઠા(Electricity To Farmers In South Gujarat)માં અઠવાડિયાથી 2 કલાકથી વધુ સમયનો કાપ મુકાયો છે. આ કારણે દક્ષિણ ગુજરાત (summer crops in south gujarat)ના શેરડી, ડાંગર સહિતના પાક પક્વતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
ઉનાળામાં શિયાળાની સરખામણીએ આ દરેક પાકોને પાણી જરૂરિયાત વધુ હોય છે. આ પણ વાંચો:Gujarat Assembly 2022: જો ખેડૂતોને સતત 8 કલાક વીજળી નહીં મળે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે
8ની જગ્યાએ 6 કલાક જ વીજળી મળી રહી છે-ઉનાળામાં શિયાળાની સરખામણીએ આ દરેક પાકોને પાણી જરૂરિયાત (water needs for summer crops) વધુ હોય છે. કેટલીક જગ્યાએ નહેરનું પાણી પહોંચે છે, પણ કેટલીક જગ્યાએ પહોંચતું નથી. આ સ્થિતિમાં પાણી માટે પૂરતો વીજ પુરવઠો (Power Supply In South Gujarat) મળે એ જરૂરી છે. અગાઉ 8 કલાક વીજ પુરવઠો ખેતી માટે મળતો હતો, પણ છેલ્લા અઠવાડિયાથી વીજ કંપની 8ની જગ્યાએ 6 કલાક જ વીજળી ખેતીને આપી રહી છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતો 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો:Kisan Suryodaya Yojana: ખેડૂતોને દિવસે વીજળી આપવાની પહેલથી ખેડૂતો બમણું ઉત્પાદન મેળવવા તૈયાર
8 કલાક પુનઃ વીજ પુરવઠો ખેતીને ક્યારે અપાશે?-સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો વીજ કાપ (Power Cut In Surat)ના કારણે જિલ્લામાં અંદાજે 80 હજાર ખેડૂતોને અસર પડી છે. સુરત જિલ્લામાં (Summer Crops In Surat) શેરડી, શાકભાજી, ઉનાળુ ડાંગરને અસર થઈ છે. બીજી બાજુ હાલ શેરડીના પાકને પાણીની વધુ જરૂર હોય છે. ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે, કેરી વગેરે બાગાયતી પાકોને તો પ્રમાણમાં તકલીફ ઓછી છે, પણ જેને પાણીની વધુ જરૂર છે એવા ડાંગર, શેરડી, શાકભાજી પક્વતા ખેડૂતોની મુશ્કેલી વધુ છે. 8 કલાક પુનઃ વીજ પુરવઠો ખેતીને ક્યારે અપાશે એ બાબતે વીજ કંપનીના અધિકારીઓ બોલવા તૈયાર નથી અને સમગ્ર રાજ્યમાં કાપ હોવાનું જણાવી રહ્યાં છે.