ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્ટેમસેલ બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી દરમિયાન એન્જિનિયર પાંચમા માળેથી પટકાતા મોત થયું - latest news of gujarat

સુરતમાં દિવસેને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના સામેની લડાઈ માટે મુખ્યપ્રધાને 4 જુલાઈના રોજ સ્ટેમસેલ બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને સ્ટેમસેલ બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં એક ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાંચમા માળેથી પટકાતા મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે.

Electrical executive engineer Death
સ્ટેમસેલ બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાંચમા માળેથી પટકાતા મોત

By

Published : Jul 10, 2020, 5:12 PM IST

સુરત: દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને લઈને થોડા દિવસ અગાઉ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરત આવ્યા હતા અને ગત 4 જુલાઈના રોજ સ્ટેમસેલ બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને સ્ટેમસેલ બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

  • સ્ટેમસેલ બિલ્ડિંગને કોવિડ હોસ્પિટલ બનાવવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત
  • કોવિડ હોસ્પિટલના સુપરવિઝન માટે ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગયા હતા
  • ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાંચમા માળેથી પટકાતા મોત
  • 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
  • પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

પીપલોદ ખાતે રહેતા ઈલેક્ટ્રીક એક્ઝિક્યુટિવ એન્જિનિયર જશવંત વી. શિહોરા સુપરવિઝન માટે ગયા હતા. તે સમયે કોવિડ હોસ્પિટલના પાછળના ભાગમાં પાંચમા માળેથી નીચે પટકાયા હતા. ત્યારબાદ 108 મારફતે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. હાલ આ મામલે પોલીસે પણ અકસ્માતમાં મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details