ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે - Parivartan Panel Association

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં પરિવર્તન પેનલ એસોસિએશન વિકાસને મુખ્ય એજન્ડા બનાવીને મેદાનમાં ઉતરી છે. આ વખતે એસોસિયેશનની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. પરિવર્તન પેનલે ગંભીર આક્ષેપો કર્યા છે.

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે
સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે

By

Published : Feb 1, 2021, 12:06 PM IST

  • સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી યોજાશે
  • એસોસિયેશનની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે
  • પરિવર્તન પેનલે કર્યા ગંભીર આક્ષેપો

સુરતઃ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં પરિવર્તન પેનલ એસોસિએશન વિકાસને મુખ્ય એજન્ડા બનાવીને મેદાનમાં ઉતરી છે. આ વખતે એસોસિયેશનની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે.

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનું નામ અપાયું

જમીન દાતાઓને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનું નામ અપાયું છે. ત્રણ વ્યક્તિ ઉપરાંત પી એન પટેલ સહિત કુલ ચાર સભ્યો આજીવન મેનેજીંગ કમિટીના છે. તેમજ તેઓ પાંચ સભ્યોને કો ઓપ્ટ સભ્ય બનાવી ખાનગી પેઢી જેવો કારોબાર કરી રહ્યા છે.

સ્ટેડિયમ પેનલના 8 ઉમેદવારોનાં ફોર્મ રદ થયા

ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલના 8 ઉમેદવારોનાં ફોર્મ રદ થયા હતા અને એકઠા 28 ઉમેદવારો જ રહી ગયા જેથી પુરી પેનલ બનાવી શક્યા નહીં. પરિવર્તન પેનલને માત્ર ક્રિકેટ નહીં પરંતુ સ્ટેડિયમ સાથે સંકળાયેલી ટેનિસ, વોલીબોલ, ટેબલ ટેનિસ જિમ્નેશિયમ સહિતનો વિકાસ અટકી ગયો છે. તેનો વધુ અસરકારક અને સભ્યો તેમજ સભ્યોના પરિવાર માટે ઉપયોગી થાય તેમ રીતે આયોજન કરાશે. સ્ટેડિયમ પેનલના હોદ્દેદારોએ કરોડો રૂપિયાની જમીન વેડફી નાખી
સત્તાધારીઓ હેલ્થ ક્લબ માટેનું મોડલ જે કમિટી સમક્ષ રજૂ કરાયું હતું. તેના કરતાં વિપરીત બાંધકામ હાલમાં જોઈ શકાય છે. ચાર માળના બિલ્ડિંગમાં એક જ લિસ્ટ રાખવામાં આવ્યું છે, તથા હેલ્થ ક્લબના દાદરની સાઇઝ એટલી નાની બનાવી છે કે પુખ્ત માણસના પગ પણ નહીં રહી શકતા. સ્ટેડિયમના ગેટની આસપાસનો વિસ્તાર અત્યંત વૈભવી અને આકર્ષક હોવું જોઈએ એના કરતા વિપરીત રીતે સ્ટેડિયમ પેનલના હોદ્દેદારોએ કરોડો રૂપિયાની જમીન વેડફી નાખી.

પાર્કિંગના બીજા માળે લોન ટેનીસ ગ્રાઉન્ડ બનાવવાનુ આયોજન

જ્યાં માંડ 50 થી 60 કાર પાર્ક થઇ શકે તેવું પાર્કિંગ બનાવ્યું છે. ત્યાં પાર્ટીશન કરીને ટેબલ ટેનિસ માટેનું આયોજન કર્યું છે, ઉપરાંત પાર્કિંગના બીજા માળે કદાચ ભારત કે વિશ્વમાં ક્યાંક જોવા નહીં મળે તે રીતે ટેરેસ ઉપર લોન ટેનીસ ગ્રાઉન્ડ બનાવવાનુ આયોજન કરાયું છે. આ કીમંતી જગ્યા બચાવવા માટે બેઝમેન્ટમાં પાર્કિંગ બનાવી શકાય તેમ હતું અને રોડસાઈડની જગ્યાનો ઉપાયો કમર્શિયલ હેતુ માટે કાયમી આવક ઊભી કરી શકાય તેમ હતો. મેન્ટેનન્સની ઘટાડવાની બાબત પરિવર્તન પેનલ તરફથી મુકાઈ હતી, જે સત્તાના જોરે ઉડાડી નાખવામાં આવી હતી. મેનેજીંગ કમિટી સભ્યોના રચનાત્મક સૂચનો ભાવિ આયોજન માટેના હતા. પરિવર્તન પેનલે ક્રિકેટ સાથે પારિવારિક ક્લબના વિકાસનો નવો એજન્ડા તૈયાર કરીને શહેરને કંઈક નવું આપવાનો સંકલ્પ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details