ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ સાયણ સુગર વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ

સુરત જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન સાયણ સુગરની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 18 ઝોન પેક્કી 2 બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે 16 બેઠકો માટે રવિવારે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યુ છે.

સાયણ સુગર વ્યવસ્થાપક  કમિટીની ચૂંટણી યોજાઈ
સાયણ સુગર વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ

By

Published : Dec 27, 2020, 2:51 PM IST

Updated : Dec 27, 2020, 3:03 PM IST

  • સાયણ સુગર વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી
  • 18 બેઠકમાંથી 2 બિન હરીફ
  • 16 બેઠકોમાં મતદાન પૂર્ણ થયું

સુરતઃ જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન સાયણ સુગરની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 18 ઝોન પેક્કી 2 બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે 16 બેઠકો માટે રવિવારે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યુ છે.

સાયણ સુગર વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી યોજાઈ

45 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં થશે કેદ

આ ચૂંટણીમાં કુલ 27 બુથ પર મતદાન થઈ રહ્યુ છે, જેમાં 45 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં કેદ થશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. સાયણ ઝોનમાં વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ મતદાન કર્યું હતું.

સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડલી

માજી પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વચ્ચે ટક્કર

સાયણ સુગરની ચૂંટણીમાં માજી પ્રમુખ કેતન પટેલ અને વર્તમાન પ્રમુખ રાકેશ પટેલની પેનલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. સાંધીએર ઝોનમાં વર્તમાન ડિરેક્ટર દર્શન નાયક અને વિરલ પટેલ વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે.

Last Updated : Dec 27, 2020, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details