ગુજરાત

gujarat

વાહ : બકરી ઈદ પર કુરબાની આપવા માટે લાવેલો બકરો પાંજરાપોળમાં દાન કરી દીધો!

By

Published : Jul 8, 2022, 12:48 PM IST

બકરી ઈદ નજીક આવી રહી છે. જ્યારે આ તહેવાર પર એક સમુદાય દ્વારા બકરાને (Eid al Adha 2022) લઈને મહત્વ હોય છે. ત્યારે સુરતમાં મુસા પઠાણ નામના વ્યક્તિએ 20 દિવસ પહેલા બકરી ઈદ માટે લાવેલો (Goat donation in Surat) બકરો દાન કરી દેતા ખુશીનો માહોલ છવાયો હતો.

વાહ : બકરી ઈદ પર કુરબાની આપવા માટે લાવેલો બકરો પાંજરાપોળમાં દાન કરી દીધો!
વાહ : બકરી ઈદ પર કુરબાની આપવા માટે લાવેલો બકરો પાંજરાપોળમાં દાન કરી દીધો!

સુરત : બકરી ઈદને દિવસે એક સમુદાયમાં બકરાને લઈને રીત (Importance of Goat Eid) રીવાજ જોવા મળે છે. આ દિવસે હજારોથી લાખો રૂપિયામાં (Goat Eid festival) ખરીદાયેલા બકરાની કુરબાની આપવામાં આવે છે. જોકે આ વચ્ચે શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારે 13 હજારની કિંમતે ખરીદેલા બકરાને પાંજરાપોળમાં (Goat donation in Surat) દાન કર્યો છે.

બકરી ઈદ પર કુરબાની આપવા માટે લાવેલો બકરો પાંજરાપોળમાં દાન કરી દીધો!

આ પણ વાંચો :બકરી ઈદની કુર્બાની માટે પુત્રની જેમ ઘરે જ તૈયાર કર્યો 130 કિલોનો બકરો

જીવનદાન સૌથી મોટું દાન - ચોકબજારમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા મુસા પઠાણ 20 દિવસ (Importance of Goat Eid) પહેલા કુરબાની માટે બકરો ખરીદ્યો હતો. તેની સારસંભાળ પણ લઈ રહ્યા હતા. જોકે સમાજસેવક પિયુષભાઈના સંપર્કમાં (Goat Eid festival)આવતા તેમણે બકરાની કુરબાનીનો વિચાર બદલી નાખ્યો હતો. જીવનદાન સૌથી મોટું દાન છે એમ માનીને તેમણે 13 હજારની કિંમતે ખરીદેલા આ બકરાને સુરત પાંજરાપોળ ખાતે દાનમાં આપ્યો છે અને તેને જીવનદાન આપ્યું છે.

આ પણ વાંચો :બકરી ઈદના તહેવાર પહેલા અમદાવાદના બકરા બજારમાં ફિક્કો માહોલ

સંસ્થાઓમાં ખુશી -બકરી ઈદના બે દિવસ પહેલા જ આ પ્રમાણેની ઘટના જોવા મળતા લોકોમાં તેમજ પ્રાણીઓ માટે સંવેદનશીલ એવી સંસ્થાઓમાં પણ ખુશીનો માહોલ છે. રીક્ષામાં લઈને જ્યારે પરિવાર બકરાને પાંજરાપોળ (Goat Eid in Surat) ખાતે લઈ આવ્યો હતો, ત્યારે ત્યાં હાજર અન્ય મહિલાએ પરિવારના સભ્યને સારા કામ કરવા માટે આશીર્વાદ પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે બકરાને પરીવાર દ્વારા 20 દિવસ પહેલા જ ખરીદવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details