- રાજ્યમાં ઈંડા વિવાદનો વિષય બની ગયો છે
- સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની 150 થી વધુ વાનગીઓ બનાવવામાં આવે છે
- સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે
સુરત : વેજિટેરિયન- નોનવેજિટેરિયન સાથે સુરતમાં એગીટેરિયન લોકોની સંખ્યા સૌથી વધારે છે. અનુમાન મુજબ રોજે સુરતમાં 17 લાખ થી વધુ ઈંડા લોકો રોજે ખાઈ જતા હોય છે. સુરતમાં 1500થી વધુ રેસ્ટોરન્ટ, હોટેલ અને લારીઓ ઈંડાની ચાલે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઈંડાની લારીઓને લઈ વિવાદ ( issue of removal of nonveg lorries ) ચાલી રહ્યો છે. સુરતને બાદ રાખી રાજ્યના મોટાભાગના મહાનગરોમાં ઈંડાની લારીઓનું દબાણ તંત્ર હટાવી રહ્યું છે. લારીવાળા સહિત ઈંડા પ્રેમીઓમાં આ અંગે નિરાશા જોવા મળી રહી છે . ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે સુરતમાં એક જ જગ્યાએ ઈંડાની દોઢસોથી વધુ ( 150 egg recipes ) વાનગીઓ મળે છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે સુરતમાં ઈંડાના ચાહકો કેટલા છે. આ જ કારણ છે કે અત્યારે સુધી SMC તંત્ર દ્વારા આ મુદ્દે કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પણ જાતનો સર્વે પણ હાથ ધરાયો નથી.
30 રૂપિયાથી શરૂ થઈને 250 રૂપિયા ભાવ