ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ શિક્ષણ સમિતિના હોદ્દેદારો બન્યા ભિક્ષુક, જાણો કારણ... - શિક્ષણ સમિતિ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા શનિવારે અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ સમિતિના હોદ્દેદારોએ બાળકોને યુનિફોર્મ, બુટ અને પુસ્તકો અપાવવા ભીખ માગી હતી.

ETV BHARAT
શિક્ષણ સમિતિના હોદ્દેદારો બન્યા ભિક્ષુક

By

Published : Oct 3, 2020, 8:27 PM IST

સુરત: કોરોના કાળમાં શનિવારે 8 મહિના બાદ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. આ સભા અગાઉ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના હોદ્દેદારો ગેટની બહાર ભિક્ષુકની જેમ ફાટેલા કપડા અને પેમ્પલેટ લઇ ઉભી ગયા હતા.

શિક્ષણ સમિતિના હોદ્દેદારો બન્યા ભિક્ષુક

આ તમામ લોકોએ આરોપ મૂક્યા હતા કે, સમિતિ દ્વારા અત્યાર સુધી વિદ્યાર્થીઓને બુટ, યુનિફોર્મ અને પુસ્તકો આપવામાં આવ્યા નથી. જેથી તેમનું શિક્ષણ ખોરવાય તેવી સ્થિતિ સર્જાણી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી પાલિકાએ અત્યાર સુધી આ તમામ સુવિધાઓ પણ આપી શકી નથી.

ABOUT THE AUTHOR

...view details