ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ડ્યૂટી ચોરી કૌભાંડમાં કંપની સામે ED કરશે તપાસ, હવાલા કૌભાંડની આશંકા - યુનિવર્સલ જેમ્સ

સુરત જિલ્લાના સચિન સ્થિત સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક કંપનીનું 60 કરોડ રૂપિયાની ડયૂટી ચોરીનું કૌભાંડ કસ્ટમ અને DRIએ ઝડપી પાડ્યું હતું. ત્યારે, કૌભાંડની તપાસ EDને પણ સોંપવામાં આવશે. હાલ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમના છેલ્લા 3 વર્ષના એક્સપોર્ટની ડિટેઇલની તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં ડ્યૂટી ચોરી કૌભાંડમાં કંપની સામે ED કરશે તપાસ, હવાલા કૌભાંડની આશંકા
સુરતમાં ડ્યૂટી ચોરી કૌભાંડમાં કંપની સામે ED કરશે તપાસ, હવાલા કૌભાંડની આશંકા

By

Published : May 31, 2021, 4:58 PM IST

  • સુરતની એક કંપનીનું ચોરીનું કૌભાંડ ઝડપાયું
  • 60 કરોડ રૂપિયાની ડયૂટી ચોરીનુું કૌભાંડ
  • કૌભાંડની તપાસ EDને પણ સોંપવામાં આવશે

સુરત: સચિનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં યુનિવર્સલ જેમ્સ કંપનીના રૂપિયા 60 કરોડના ડ્યૂટી ચોરી કૌભાંડ વચ્ચે હવાલા કૌભાંડ પણ આચરવામાં આવ્યું હોવાની શંકાને કારણે તે દિશામાં પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ મામલે નજીકના દિવસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તપાસ કરશે.

કન્સાઇનમેન્ટમાં 50,000 કેરેટ રિયલ ડાયમન્ડ મળ્યા

સુરત DRIએ કસ્ટમના અધિકારીઓ સાથે મળીને 29 મેના રોજ સાંજે સચિન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની યુનિવર્સલ જેમ્સ કંપની પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, કંપની દ્વારા હોંગકોંગ મોકલવા માટે 27,000 કેરેટ લેબગ્રોન ડાયમંડના 2 કન્સાઇનમેન્ટ તૈયાર હતા. જોકે, કન્સાઇનમેન્ટ ખોલી તપાસ કરવામાં આવતા તેમાંથી 50,000 કેરેટ રિયલ ડાયમન્ડ મળ્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા 60 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બન્ને કન્સાઇનમેન્ટમાં મોટી સાઈઝના 4થી 10 કેરેટ સુધીના હીરા રાખવામાં હતા. જેના એક પીસની કિંમત 1 કરોડ સુધીની હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો:સુરતની એક કંપનીનું 60 કરોડ રૂપિયાની ડ્યૂટી ચોરીનું ઝડપાયું કૌભાંડ

છેલ્લા 3 વર્ષના એક્સપોર્ટની ડિટેઇલની તપાસ

આ કૌભાંડમાં હવાલા કૌભાંડની પણ આશંકા જોવા મળી રહી છે. આથી, હોંગકોંગમાં મોટા પાયે પેમેન્ટના સેટલમેન્ટ થયાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. યુનિવર્સલ જેમ્સના સંચાલકો દ્વારા પેઢીના નેચરલ ડાયમંડના એક્સપોર્ટને ચોપડે બતાવ્યો નથી. એટલે કે તેની આવક પણ બતાવવામાં આવી નથી. આ ઉપરાંત, તપાસ EDને પણ સોંપવામાં આવશે. હાલ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમના છેલ્લા 3 વર્ષના એક્સપોર્ટની ડિટેઇલની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદી, ડાયમન્ડ એક્સપોર્ટ માત્ર 5 દેશ પુરતો સિમિત રહ્યો

ડિરેક્ટર અમિત કાછડીયા થયો ફરાર

યુનિવર્સલ ગેમ્સ કંપનીનો 23 વર્ષીય ડિરેક્ટર અમિત કાછડીયા ફરાર થઇ ગયો છે. આ દરમિયાન, અધિકારીઓને બાતમીદારો પાસેથી એવી પણ બાતમી મળી છે કે અમિત કાછડીયા માત્ર પ્યાદુ છે પડદા પાછળના ખેલાડીઓ હીરાના મોટા વેપારીઓ છે. આ સાથે, મોટા અધિકારીઓના નામ પણ મળી ગયા છે. આ મોટા માથાઓને દબોચવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details