ગુજરાત

gujarat

સુરતમાં ઝડપાયેલા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન કૌભાંડના આરોપીઓની કરોડોની સંપત્તિ જપ્ત, EDની કાર્યવાહી

By

Published : Mar 16, 2022, 11:57 AM IST

સુરતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નકલી (ED Operation in Surat) રેમડેસિવિર ઈન્જેક્શન રેકેટના (Surat fake Remdesivir injection racket) 2 સૂત્રધારની 1.04 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત (ED seized Property of Cheaters) કરી હતી. ઓલપાડ તાલુકાના પીંજરત ગામમાંથી દેશનું સૌથી મોટું નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું રેકેટ ઝડપાયું હતું.

સુરતમાં ઝડપાયેલા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન કૌભાંડના આરોપીઓની કરોડોની સંપત્તિ જપ્ત, EDની કાર્યવાહી
સુરતમાં ઝડપાયેલા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન કૌભાંડના આરોપીઓની કરોડોની સંપત્તિ જપ્ત, EDની કાર્યવાહી

સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ગામમાંથી કોરાના વાયરસની બીજી લહેરમાં દેશનું સૌથી મોટું બનાવટી રેમડેસિવિર ઈન્જેક્શન રેકટ ઝડપાયું (Surat fake Remdesivir injection racket) હતું. આ કેસમાં 2 મુખ્ય સૂત્રધારની EDએ 1.04 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત (ED seized Property of Cheaters) કરી હતી. અહીં દેશનું સૌથી મોટું નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું રેકેટ (Surat fake Remdesivir injection racket) ઝડપાયું હતું.

આ પણ વાંચો-જૂનાગઢના કેશોદમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી

EDએ કરી કાર્યવાહી -EDએ બંને સૂત્રોધારોની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 1.04 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી હોવાની માહિતી મળી હતી, જે પૈકી આરોપી કૌશલ વોરા પાસેથી 89.20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. જ્યારે આરોપી પુનિત શાહ પાસેથી 11.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તેમ જ બેન્કમાં થાપણો 3.92 લાખ રૂપિયાની મળી આવી છે. EDએ હાલ તમામ સંપત્તિ જપ્ત કરી (Surat fake Remdesivir injection racket) કાર્યવાહી કરી (ED Operation in Surat ) હતી.

આ પણ વાંચો-રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારી કરતા 2 શખ્સો સાથે એક મહિલાની ધરપકડ

આરોપીઓ આ રીતે બનાવતા હતા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન -પીંજરત ગામના એક ફાર્મ હાઉસમાં કોરાનાની બીજી લહેર દરમિયાન દેશનું સૌથી મોટું રેમડેસિવિર ઈન્જેક્શનનું રેકેટ (Surat fake Remdesivir injection racket) ઝડપાયું હતું. પોલીસે ફાર્મ હાઉસમાં દરોડા પાડી 60,000 નકલી ઈન્જેક્શન બની રહે તેટલી સામગ્રી જપ્ત કરી હતી. સાથે જ પોલીસે 10,000થી વધુ વાયલ વેચનારા આરોપી કૌશલ વોરા અને તેના સાગરિત પુનિત શાહની પણ ધરપકડ કરી હતી.

કોરોના કાળને ધ્યાનમાં રાખી શરૂ કર્યો કાળો ધંધો -આ બન્ને આરોપીઓ કોરાના કાળમાં જડીબુટ્ટી બનેલી રેમડેસિવિરનો કાળો ધંધો શરૂ કર્યો હતો. તેઓ ગ્લૂકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસિવિર બનાવી અનેક હોલસેલના વેપારીઓને તેમ જ કેટલીક હોસ્પિટલમાં (Surat fake Remdesivir injection racket) વેચતા હતા.

ABOUT THE AUTHOR

...view details