- સુરતના આર્થિક જાણકારોએ બજેટને સુરત માટે સારું ગણાવ્યું
- આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતોએ બજેટને 10માંથી 7 માર્ક આપ્યાં
- ટેક્સટાઇલ પાર્કની વાત બજેટમાં કરવામાં આવી તે સુરત માટે આવકારદાયક
સુરતઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે બજેટ રજૂ કર્યૂ હતું. ત્યારે પ્રખ્યાત સીએ અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાંત અનુજ ગોળવાળાએ આ બજેટને 10માંથી 7 માર્ક આપતા જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ પાર્કની વાત બજેટમાં કરવામાં આવી છે તે સુરત માટે આવકારદાયક છે, કારણકે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ છે અને ટેકસટાઇલ પાર્ક આવવાથી અહીં રોજગારીની તકો વધશે તેમજ ઉદ્યોગને લાભ મળશે. સાથે હીરા ઉદ્યોગ અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે જે જાહેરાત કરવામાં આવી છે તે ઉદ્યોગ માટે આવનારા દિવસોમાં ખુબ જ સરસ રહેશે.