સુરત: દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર લક્ષ્મણસિંહ બોદાણા, લસકાણાના રાજુભાઈ લાખાભાઈ ભરવાડ, વેસુના હેતલ નટવરભાઈ દેસાઇ, કતારગામના ભાવેશ કરમશી સવાણી, કનૈયાલાલ નરોલા, સુરતના અઠવાલાઇન્સ ખાતે રહેતા કિશોર ભૂરા કોસીયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય બોપાલા, કિરણસિંહ રાઇટર થતાં અન્ય પોલીસવાળા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જે પૈકી પોલીસે ભાવેશ સવાણી અને રાજુ ભરવાડની ધરપકડ કરી હતી.
દુર્લભ પટેલ આત્મહત્યા કેસ: 2 આરોપીઓના આગોતરા જામીન અરજીનો ચુકાદો પેન્ડિંગ - બારડોલી સેશન્સ કોર્ટ
દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં 2 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેની સોમવારે સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો છે.
2 આરોપીઓના આગોતરા જામીન અરજીનો ચુકાદો પેન્ડિંગ
માંડવી કોર્ટે ભાવેશ સવાણી અને રાજુ ભરવાડના 23 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મી અજય બોપાળા અને કિરણસિંહ પરમારે આ ગુનામાં આગોતરા જામીન માટે બારડોલી સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેની સોમવારે સુનાવણી થવાની હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ નયન સુખડવાલાએ ફરિયાદ પક્ષે ધારદાર રજૂઆત કરી હતી. જેથી કોર્ટ આરોપીઓની જામીન અરજી બાબતનો ચુકાદો હાલ પેન્ડિંગ રાખ્યો છે.