સુરતવડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat Visit) આવી રહ્યા છે. આ વખતે તેઓ 29 સપ્ટેમ્બરે સુરતના પ્રવાસે આવશે. અહીં લિંબાયતમાં તેઓ જંગી જનસભાને (PM Modi Public Meeting in Surat) સંબોધશે. ત્યારે આ વિસ્તારોમાં વડાપ્રધાનના આગમન અંગેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સાથે જ અહીં ખાસ હેલિપેડ બનાવવામાં આવશે. અહીંથી તેઓ જનસભા સ્થળ સુધી રોડ શૉ (narendra modi road show) પણ કરશે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. જ્યારે જનસભામાં આશરે એક લાખથી વધુ લોકો હાજર રહેશે..
મહર્ષી આસ્તિક સ્કૂલ પાસે બનશે હેલિપેડ તૈયારી પૂરજોશમાં વડાપ્રધાન સુરતમાં મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના તેમ જ કેન્દ્ર સરકારના અનેકવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે, જેને લઈને તંત્ર (Surat Municipal Corporation) દ્વારા રોડ રસ્તા સહિતની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે
2 કિમીનો રોડ શૉ આ અંગે મળતી માહિતી મુજબ, 29 સપ્ટેબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત (PM Modi Gujarat Visit) આવશે. અહીં તેઓ અંદાજિત 2 કિલોમીટરનો રોડ શૉ પણ કરશે. આ ઉપરાંત તેઓ સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના અનેકવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે. આ અંગેનો મુખ્ય કાર્યક્રમ લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ (nilgiri ground in surat) પર યોજાઈ રહ્યો છે.
મહર્ષી આસ્તિક સ્કૂલ પાસે બનશે હેલિપેડવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરત પ્રવાસ (PM Modi Gujarat Visit) રાજકીય રીતે પણ મહત્વનો બની રહેશે. તેમના રૂટના રસ્તાઓની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગોડાદરા મહર્ષી આસ્તિક સ્કૂલ પાસે (Maharshi Astik Sarvjanik High School ) હેલિપેડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ હેલીપેડથી લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો માટેની તૈયારીના ભાગરૂપે રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. હેલિપેડથી વડાપ્રધાન મોદી રોડ શો કરીને હજારો લોકોનો સંપર્ક કરશે. ત્યારબાદ નીલગીરી સર્કલ ખાતે (nilgiri ground in surat) જંગી સભાનું આયોજન કરવામાં આવશે.
દરેક પાર્ટીના વરિષ્ઠ નેતાઓની અવરજવરવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અહીં રોડરસ્તાનું સમારકામ સહિતની કામગીરી તંત્ર દ્બારા હાથ ધરવામાં આવી છે. સભા સ્થળે પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) અનુલક્ષી ગુજરાતમાં દરેક પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો અવરજવર વધી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit), કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) ગુજરાતના શહેરોની મુલાકાતો લઈ રહ્યાં છે.