સુરતવડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના ફક્ત (narendra modi popularity) ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઈને દુબઈને ચિત્રકાર (dubai painter) અકબરભાઈએ તેમની એક બે નહીં પરંતુ 55 પેઈન્ટિંગ્સ તૈયાર કરી છે, જેને બનાવતા તેમને સાડા 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અત્યારે સાયન્સ સેન્ટર ખાતે આ પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે.
પેઇન્ટિંગમાં PM મોદીને ગ્લોબલ લીડર ગણાવ્યા ચિત્રકાર અકબરભાઈ ભારતમાં નહીં, પરંતુ દુબઈમાં રહે છે. તેમ છતાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra modi) ચાહક છે. તેમણે પોતાની તમામ પેઇન્ટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર (narendra modi global leader) તરીકે રજૂ કર્યા છે.
દુબઈને ચિત્રકારે સાડા 3 વર્ષે બનાવ્યા પેઇન્ટિંગ્સ પેઇન્ટિંગમાં વડાપ્રધાનની માતાને પણ વિશેષ સ્થાન ચિત્રકાર અકબરભાઈએ એક વિશેષ પેઇન્ટિંગ (narendra modi painting) પણ બનાવી છે, જેમાં ભારતના નકશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra modi) માતા હીરાબેન મોદી (PM Modi Mother Heeraben Modi) હાથમાં તિરંગા સાથે જોવા મળે છે.
તમામ પેઇન્ટિંગમાં તેમના દિલની અને મન કી બાતની વાતો દર્શાવી છે વડાપ્રધાન એક મજબૂત નેતા આ તમામ પેઇન્ટિંગ્સ અંગે ચિત્રકારે (dubai painter) જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 30 વર્ષથી દુબઈમાં રહે છે અને આ તમામ પેઇન્ટિંગ તેમણે દુબઈમાં જ બનાવી છે. વડાપ્રધાન (PM Narendra modi) નરેન્દ્ર મોદી એક મજબૂત નેતા છે. તમામ પેઇન્ટિંગમાં તેમના દિલની અને મન કી બાતની વાતો દર્શાવી છે.
પેઇન્ટિંગમાં વડાપ્રધાનની માતાને પણ વિશેષ સ્થાન સમગ્ર વિશ્વ તેમને પસંદ કરે છેતેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વના મુદ્દાઓને ટાંકીને આ પેઇન્ટિંગ્સ (narendra modi painting) બનાવવામાં આવી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ લીડર (narendra modi global leader) છે અને તેઓ જે 18થી 20 કલાક કામ કરે છે તે જ તેમને ગ્લોબલ લીડર બનાવે છે. સમગ્ર વિશ્વ તેમને પસંદ કરે છે. એટલે મારી પેઇન્ટિંગમાં મેં તેમને એક ગ્લોબલ લીડર તરીકે દર્શાવ્યા છે.