સુરત : ડીસીબી પોલીસે કપલેટા ચેક પોસ્ટ પાસેથી કારમાં ડ્રગ્સ (Drug case in Surat )લાવી રહેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 100.260 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે (Surat DCB Police Arrest Drug Accused) કર્યું હતું. આરોપી સાથે તેની કારમાં પત્ની અને સગર્ભા પુત્રી પણ હતી અને તે મુંબઈ ખાતેથી એક ઇસમ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન - સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન (No Drugs in Surat City Campaign ) શરુ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની(Surat Crime Branch ) ટીમને માહિતી મળી હતી કે એક ઈસમ કારમાં ડ્રગ્સ (Drug case in Surat )લઈને સુરત આવી રહ્યો છે. કારમાં મહિલા પણ સવાર છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે (Surat Crime Branch )મહિલા પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી અને કપલેટા ચેકપોસ્ટ પાસેથી કાર આંતરી હતી. પોલીસે કારચાલક રાંદેર રામનગરમાં રહેતા મોહમદ સિદ્ધિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલાની તલાશી લેતાં તેના ખિસ્સામાંથી 10.02 લાખની કિમતનું 100.260 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું હતું.
આ પણ વાંચોઃ Vapi SOG Arrest Drug Peddler : બલિઠાના એપાર્ટમેન્ટમાં ડ્રગ્સના 1 કિલોના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી એસઓજી