સુરત: દાઉદી વ્હોરા સમુદાયના 53માં ધર્મગુરુ હીઝ હોલીનેસ ડૉ. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (Religious leader of Daudi Vhora Samaj Dr Saiyadna sahib ) અલજામેઆ-તુસ-સૈફિયાહના વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષાની અધ્યક્ષતા માટે ગત તા. 20 ફેબ્રુઆરીના રોજ સુરત પ્રવાસે (Dr Saiyadna sahib in Surat) છે. આગમન સમયે રેલવે સ્ટેશન ઉપર વ્હોરા સમાજના આગેવાનો દ્વારા ડૉ. સૈયદના સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
‘અલ-ઈમ્તિહાન અલ-સનવી’ પરીક્ષા
સુરતની અલજામેઆ-તુસ-સૈફિયાહ યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવે છે. ‘અલ-ઈમ્તિહાન અલ-સનવી’ તરીકે ઓળખાતી આ પરીક્ષાઓની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષાઓ હાલમાં જ સુરત, મુંબઈ, કરાચી અને નૈરોબી ખાતેના કેમ્પસમાં લેવામાં આવી હતી. જ્યારે બીજા તબક્કાની મૌખિક પરીક્ષાઓ સુરતમાં લેવામાં આવે છે. અલજામેઆ-તુસ-સૈફીયાહના ચાર રેક્ટર દ્વારા ધાર્મિક અને સમકાલીન મુદ્દાઓ ઉપર પ્રશ્નો પૂછાશે જેના ધો. 7 થી 11ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જવાબ આપશે. અલજામેઆ-તુસ-સૈફિયાહના ચાર કેમ્પસના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ દાઉદી વ્હોરા સમાજના (Daudi Vhora Samaj in Surat) આગેવાનો તથા સમાજના લોકો આ મૌખિક પરીક્ષામાં પ્રેક્ષક તરીકે ઉપસ્થિત (Dr Saiyadna sahib in Surat) રહી તેનો લાભ લેશે.