- ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું મહાસંમેલન યોજાયું
- ચેન્નઈમાં સુરતના ડૉ. પ્રગ્નેશ જોશીને ઓરેશન એવોર્ડ એનાયત થયો
- આ પ્રકારનું સન્માન મેળવનાર તેઓ પ્રથમ સુરતી ડૉક્ટર
સુરતઃ ડો.પ્રજ્ઞેશ જોશી ઓરેશન એવોર્ડથી સમ્માન મેળવનાર સુરતના પ્રથમ તબીબ બન્યાં છે. ચેન્નઈમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ મહાસંમેલન ખૂબ જ ખાસ અને ઓછા મહેમાનોની હાજરીમાં યોજાયેલ આ કોન્ફરન્સનું ઓનલાઇન પ્રસારણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના આશરે 8 હજાર ડેલીગેટ્સએ ભાગ લીધો હતો. સંમેલનમાં નવીનતમ તબીબી માહિતીઓ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરાયું હતું. મહાસંમેલન સુરતના ડો.પ્રજ્ઞેશ જોશીને ઓરેશન એવોર્ડથી સમ્માનિત કરાયાં હતાં.