સુરતદિવ્યાંગ બાળકોને અશક્ત ગણવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે, તેમની પાસે એ શક્તિ છે, જે બીજા કોઈ પાસે નથી. આવું જ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સુરતના બાળકો કે, જે ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત (down syndrome disease childrens) છે. આ બાળકો સુરત મહાનગરપાલિકા (surat municipal corporation news) અને હજીરા ખાતે આવેલા મોટા ઉદ્યોગ અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતી ફાઈલો તૈયાર કરી રહ્યા છે. આ માટે તેમને ખાસ સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ (skill development training) પણ આપવામાં આવતી હોય છે.
ફાઈલો બનાવે છે ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત બાળકો મહાનગરપાલિકા (surat municipal corporation news) અને હજીરા ખાતે આવેલા મોટા ઉદ્યોગો અને શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉપયોગમાં લેવાતી ફાઈલ જોઈને કદાચ લાગશે કે, આ કોઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે, પરંતુ આ ખાસ ફાઈલો જેમાં મહત્વના કાગળો અને દસ્તાવેજો મૂકવામાં આવે છે. તે સુરતના ડાઉન સિન્ડ્રોમથી ગ્રસ્ત વિદ્યાર્થીઓ (down syndrome disease childrens) દ્વારા તૈયાર કરવામાં આવે છે.
આ શાળામાં અપાય છે તાલીમ એટલું જ નહીં, શહેરની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં જે ફાઈલો મૂકવામાં આવે છે. અહીં ઉપયોગમાં લેવાતી તમામ ફાઈલ અડાજણ વિસ્તારમાં ખાસ યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત વિદ્યાર્થીઓ (down syndrome disease childrens) દ્વારા આ ફાઈલો તૈયાર કરવામાં આવે છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિલ્પા સ્કૂલ ઑફ સ્પેશિયલ ચિલ્ડ્રનમાં (Shilpa School of Special Children) સ્પેશિયલ ચાઈલ્ડ માટે ભણતર અને સ્કિલ ડેવલોપમેન્ટમાં (skill development training) કાર્ય થાય છે, જે 18 વર્ષથી ઉપરના ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત વિદ્યાર્થીઓ કેવલપમેન્ટ શિખી રહ્યા છે અને આત્મનિર્ભર પણ બની રહ્યા છે.