ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્વાનનો આતંક અકબંધ : અસંખ્ય લોકોને આ શ્વાનના ટોળાએ બનાવ્યો પોતાનો શિકાર

સુરતના ભટાર વિસ્તારમાં શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ(People disturbed by dog attack in Surat) પોકારી ઉઠ્યા છે. શ્વાનનું ટોળું શહેરમાં સક્રિય છે. જે રસ્તે જતા રાહદારીઓને પોતાનો શિકાર બનાવે(Dogs attack people in Surat) છે. બચકા ભરવાના કારણે 20થી વધું લોકોએ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. શ્વાનના આતંકનો વીડિયો CCTV કેમેરામાં પણ કેદ થયો(dog attack incident captured on camera) છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, કઈ રીતે એક વૃદ્ધ મહિલા પર ત્રણથી ચાર શ્વાનો હુમલો કરીને બચકા ભરી રહ્યા છે.

શ્વાનનો આતંક અકબંધ
શ્વાનનો આતંક અકબંધ

By

Published : Jul 2, 2022, 5:56 PM IST

સુરત :સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવારા શ્વાનનો આતંક દિન-પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો(Dogs attack people in Surat) છે. ભટાર વિસ્તારમાં આવેલ શુભ મંગળ સોસાયટીમાં શ્વાનોએ સોસાયટીના 20થી વધું લોકો પર હુમલો કર્યો છે. જેમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ સામેલ છે. સોસાયટીના લોકોએ આ અંગે સુરત મહાનગરપાલિકાને પણ ફરિયાદ કરી છે. છેલ્લા ઘણા સમયથી આ અંગેની ફરિયાદ લોકો કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા ભરવામાં આવ્યા નથી.

શ્વાનનો આતંક અકબંધ

આ પણ વાંચો - નવજાત બાળક આવ્યું શ્વાનના અડફેટે, પછી શું થયું જાણો...

ઘટના CCTVમાં થઇ કેદ -CCTV કેમેરામાં જોઇ શકાય છે કે, એક વૃદ્ધ મહિલા રાત્રિ દરમિયાન સોસાયટીમાં આવી રહી હતી. તે દરમિયાન ત્રણથી ચાર જેટલા શ્વાનોએ તેમને ઘેરી લઇને હુમલો કરે છે. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં કેટલાક લોકો પણ હાજર હતા. લોકો કંઈ સમજી શકે તે પહેલા શ્વાનનું ટોળું વૃદ્ધ મહિલાને બચકા ભરવા લાગે છે. તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - સાવધાન ! ઘોડિયામાં સુતેલા માસુમ બાળકને શ્વાને ફેંદી નાખ્યું

ABOUT THE AUTHOR

...view details