- સુરતની એક સોસાયટીમાં શ્વાન પર કરાયો અત્યાચાર
- શ્વાન રોજ સોસાયટી બગાડી જતો હોવાથી અત્યાચાર
- શ્વાન સાથે કરાયેલી બર્બરતા સીસીટીવીમાં થઈ કેદ
સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર આવેલી પુસ્પદન સોસાયટીના રહીશોએ રોષે ભરાઈને શ્વાન પર અત્યાચાર (Dog terror in Surat) કર્યો હતો, જે ઘટના સીસીટીવી કેમેરામાં (Incident of atrocities on dogs captured on CCTV) કેદ થઈ છે. સોસાયટીના રહીશોએ શ્વાનને પકડવા ખાનગી સંસ્થાના કર્મચારીઓને બોલાવ્યા હતા. આ કર્મચારીઓએ શ્વાનને પકડી તેની સાથે અત્યાચાર કરી તેની પર ગુસ્સો (In Surat, the locals got angry with the dogs) ઉતાર્યો હતો. જોકે, સરકારી કર્મચારીઓ આ રીતે કોઈ પણ શ્વાનને પકડતા નહીં હોય. આ જ બાબત પશુપ્રેમીઓને ધ્યાનમાં આવતા તેમણે સોસાયટીના સીસીટીવી ફૂટેજ કઢાવી રાંદેર પોલીસ મથકમાં અરજી (Petition against abusers with dogs) કરી હતી.
શ્વાન સાથે કરાયેલી બર્બરતા સીસીટીવીમાં થઈ કેદ આ પણ વાંચો-દિયોદરમાં પશુઓની તપાસમાં ગેરરીતી બહાર આવી
અત્યાચાર કરનારા લોકોને સજા કરવાની પશુપ્રેમીઓની માગ
આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ (Incident of atrocities on dogs captured on CCTV) થઈ હતી, જેમાં 2 વ્યક્તિ શ્વાનને હેરાન કરી રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજના આધારે પશુપ્રેમીઓએ રાંદેર પોલીસ મથકમાં અરજી કરી શ્વાન સાથે આવું વર્તન કરનારા ઓને સજા કરવાની માગ કરી હતી.
આ પણ વાંચો-કંપનીના માલિકે મહિલા કર્માચારી પર ચોરીનો ગુનો કબૂલવા કર્યો અત્યાચાર
શ્વાન સાથે આવું કરવું ખોટુંઃ પશુપ્રેમી
આ બાબતે પશુપ્રેમી ચેતન ઝવેરીએ જણાવ્યું હતું કે, શ્વાન સાથે આવી બર્બરતા કરવી એ ખોટું છે. જો શ્વાન હડકાયેલું હોય તો તેની માટે સ્થાનિક એસએમસીમાં જાણકારી આપવી પડે, જેથી તેઓ આવી શ્વાનને પકડી તેની જે પણ કાર્યવાહી કરવાની હોય તેઓ કરે છે, પરંતુ આ રીતે શ્વાન સાથે કરવું એ ખોટું છે. આ બાબતે ગઈકાલે મારી પાસે શ્વાનને લઈને બે વીડિયો આવ્યા હતા. એ મારી બાજુની સોસાયટીના જ હતા. એ વીડિયોમાં શ્વાન પર અત્યાચાર એ સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે અત્યાચાર કરનારા સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં (Rander Police Station) અરજી કરવામાં આવી છે.