- નવી સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સની કતારોમાં ઘટાડો જોવા મળ્યો
- પહેલા કોવિડના દર્દીઓ સિવિલમાં દાખલ થવા માટે 5 કલાક રાહ જોવી પડતી હતી
- હવે માત્ર 20 મિનિટમાં જ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવે છે
સુરત: એપ્રિલ મહિનાથી શરૂ થયેલા કોરોના સંક્રમણના કારણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સની એક બાદ એક ભીડ જોવા મળી રહી હતી. 108 એમ્બ્યુલન્સ કતારોમાં કલાકો સુધી ઉભી રહેતી હતી. જેમાં કોવિડના દર્દીઓ સિવિલમાં દાખલ થવા માટે કલાકો સુધી રાહ જોતા હતા. પરંતુ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા એક ખાસ મેનેજમેન્ટ થિયરીના કારણે હવે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે પાંચ કલાકની રાહ જોવાની જરૂર પડતી નથી. હવે આ સીસ્ટમના લીધે માત્ર 20 મિનિટમાં જ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવે છે.
કોવિડ હોસ્પિટલના ડૉક્ટરોનું ખાસ મેનેજમેન્ટ
108 એમ્બ્યુલન્સમાં સતત આવતા કોલ અને નવી સિવિલના કોવિડ હોસ્પિટલમાં એક બાદ એક 108 એમ્બ્યુલન્સની મોટી કતારોના દ્રશ્યો એપ્રિલ મહિનાના મધ્ય સુધી જોવા મળી રહ્યા હતા. પરંતુ અચાનક જ એમ્બ્યુલન્સની આ કતારો ઓછી જોવા મળી રહી છે. એપ્રિલના પ્રથમ સપ્તાહથી લઇને અત્યાર સુધી બે હજારથી વધુ કોરોના સંક્રમણ દર્દીઓ સામે આવી રહ્યા છે, તેમ છતાં જે અગાઉ પરિસ્થિતિ 108 એમ્બ્યુલન્સની જોવા મળી રહી હતી તે હાલ જોવા મળી રહી નથી. જેની પાછળનું મુખ્ય કારણ કોવિડ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલું ખાસ મેનેજમેન્ટ છે.
દર્દી એડમિટ થવા માટે રાહ જોતા હતા
ડૉક્ટર દ્વારા કરવામાં આવેલા આ ખાસ મેનેજમેન્ટના કારણે જે એમ્બ્યુલન્સમાં દર્દીઓ પાચ કલાક સુધી કોવિડ હોસ્પિટલની બહાર એડમિટ થવા માટે રાહ જોતા હતા તે હાલ માત્ર 20 મિનિટની અંદર જ એડમિટ થઈ રહ્યા છે. જેના કારણે હવે એમ્બ્યુલન્સની મોટી કતારો હોસ્પિટલની બહાર નથી અને દર્દીઓને પણ સમયસર સારવાર મળી રહે છે. એમ્બ્યુલન્સની વેટીંગ 5 કલાકથી 20 મિનિટ કેવી રીતે આવી આ અંગે સુરત કોવિડ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. પારુલ વડગામાએ ETV Bharatને જણાવ્યું હતું.